ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં ભાજપના ઉમેદવારોએ જનસંપર્ક શરૂ કર્યો - Campaign started in Vadodara

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિવિધ પાર્ટીઓના ઉમેદવાર દ્વારા જનસંપર્ક શરૂ કરી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે રવિવારે વડોદરાના વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારે પોતાના મત વિસ્તારમાં જનસંપર્ક શરૂ કર્યો હતો. તેમના આ જનસંપર્ક કાર્યક્રમમા મોટી સંખ્યામાં કાર્યકર્તા અને ડૉક્ટર્સ પણ જોડાયા હતા.

વડોદરામાં ભાજપના ઉમેદવારોએ જનસંપર્ક શરૂ કર્યો
વડોદરામાં ભાજપના ઉમેદવારોએ જનસંપર્ક શરૂ કર્યો

By

Published : Feb 7, 2021, 3:20 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
  • ઉમેદવારોનો પોતાના મતવિસ્તારમાં જનસંપર્ક શરૂ
  • વડોદરા વોર્ડ નંબર 3ના ઉમેદવારે જનસંપર્ક શરૂ કર્યો

વડોદરાઃ આગામી 21 ફેબ્રુઆરીના રોજ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી છે, ત્યારે શહેરમાં અલગ અલગ પક્ષ દ્વારા 542 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ ઉમેદવારોએ આજે રવિવારથી પોતાના મત વિસ્તારની અંદર જનસંપર્કના શ્રી ગણેશ કર્યા હતા. જે અંતર્ગત વોર્ડ નંબર 3ના રિપીટ કરાયેલા ઉમેદવાર ડૉ.રાજેશ શાહ પોતાની પેનલના પરાક્રમસિંહ જાડેજા, છાયા ખરાદી, રૂપલ મહેતા સામે પોતાના મતવિસ્તાર સમા વિસ્તારમાં સોસાયટીઓમાં સાથે જનસંપર્ક કર્યો હતો.

વડોદરામાં ભાજપના ઉમેદવારોએ જનસંપર્ક શરૂ કર્યો

ઉમેદવારવનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું

વોર્ડ નંબર 3ની પેનલે સમા વિસ્તારની સોસાયટીઓમાં જનસંપર્ક સાધ્યો હતો. જેમાં સ્થાનિકો દ્વારા તેમને સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. આ પેનલનું વિવિધ વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details