ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ, ભાજપે નિરીક્ષકોની નિમણૂક કરી - vmc news

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ ભાજપ દ્વારા પૂરજોશમાં કામગિરી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા નિમવામાં આવેલા 15 નિરીક્ષકોમાં શહેરનાં પૂર્વ મેયર સુનીલ સોલંકીને ચૂંટણી ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.

ડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ, ભાજપે નિરીક્ષકો ની નિમણૂક કરી
ડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ, ભાજપે નિરીક્ષકો ની નિમણૂક કરી

By

Published : Jan 21, 2021, 11:14 AM IST

  • ઉમેદવારોની પસંદગી અને જનસંપર્ક અભિયાન શરૂ કરી
  • શહેરનાં પૂર્વ મેયર સુનીલ સોલંકીને ચૂંટણી ઇન્ચાર્જ બનાવાયા
  • પ્રદેશમાંથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે

વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીને લઈને ધમધમાટ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ચૂંટણી માટે ૧૫ જેટલા નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે. વડોદરા શહેરનાં પૂર્વ મેયર સુનીલ સોલંકીને ચૂંટણી ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.


શહેરમાં ઉમેદવારોની પસંદગી અને જનસંપર્ક અભિયાન શરૂ

આગામી કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે પક્ષો દ્વારા ધમધમાટ શરૂ થઈ ગયો છે અને વિવિધ પક્ષો દ્વારા વડોદરા શહેરમાં ઉમેદવારોની પસંદગી અને જનસંપર્ક અભિયાન શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની ભાળ મેળવવા માટે ૧૫ જેટલા શિક્ષકોની વરણી કરવામાં આવી છે અને ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે પૂર્વ મેયર અને શહેરનાં મહામંત્રી સુનિલ સોલંકી અને સંચાલક તરીકે ઘનશ્યામ દાદાની મુકવામાં આવ્યા છે. મુરારે ફ્રેન્ડ સાથે સંકળાયેલા અને કોર્પોરેશન ની પાસે ત્રણ ચૂંટણીઓમાં અનુભવ ધરાવતા તેમજ વિધાનસભાની ચૂંટણી વખતે ખાતે ભાજપ તરફી મતદાન વધારો કરાવવાની તેઓની કામગીરી પક્ષ તરફથી જોવામાં આવી હતી. જેને કારણે કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકો તરીકે નિમણૂક કરવામાં આવી છે.


નિરીક્ષકો ઉમેદવારોનાં બાયોડેટા પ્રદેશમાં મોકલશે


કોર્પોરેશનની ચૂંટણી ઉમેદવાર તરીકે પસંદગી માટે શહેરમાં નિરીક્ષકોને વરણી કરી દેવામાં આવી છે. આ ૧૫ જેટલા નિરીક્ષકો વડોદરા શહેરમાં રોકાણ કરશે અને ઉમેદવારોનાં બાયોડેટા મેળવીને બાયોડેટા પ્રદેશમાં મોકલશે. ત્યાંથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. 15 નિરીક્ષકોમાં પૂર્વ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, અમદાવાદનાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પ્રવીણ પટેલ અને અતુલ ભટ્ટ, પ્રદેશ મંત્રી મહેશ કસવાલા એમ.એલ.એ રાકેશભાઈ, વલ્લભભાઈ કાકડીયા સુરેશ પટેલ ,અરવિંદ પટેલ, પ્રદેશ મંત્રી રઘુભાઈ હુબલ, અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ જ્યારે મહિલા નિરીક્ષકો માં પ્રદેશ કારોબારી સભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ,મંત્રી શીતલ સોની,મહામંત્રી મહિલા મોરચા હેમાલિબેન બોધવાલા, એમ.એલ.એ ઝંખનાબેન પટેલ અને રંજનબા ગોહિલ નો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details