- અહેમદ પટેલના નિધનથી અમે મોભી અને માર્ગદર્શક ગુમાવ્યાઃ શહેર કોંગ્રેસ
- સાવલીના ભાજપ ધારાસભ્યએ શ્રદ્ધાંજલિ આપી
- રાજનીતિએ લોકનેતા ગુમાવ્યા
વડોદરા: કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલના નિધન પર શોક વ્યકત કરતા પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે જણાવ્યું કે, અત્યારે દેશના રાષ્ટ્રિય નેતાથી લઇ કોંગ્રેસના નાનામાં નાના કાર્યકર્તાઓ પોતાનો નેતા ગુમાવ્યો હોવાની લાગણી અનુભવી રહ્યા છે. દેશની રાજનીતિમાં તેમનું યોગદાન મહત્વનું હતું. 72 વર્ષમાં તેઓ 43 વર્ષ સુધી દિલ્હીમાં રહ્યા હતા. 1970થી 2020 સુધી સતત પક્ષ માટે યોગદાન આપ્યું હતું.
અહેમદ પટેલનું નિધનઃ વડોદરા કોંગ્રેસે શોકની લાગણી વ્યક્ત કરી, ભાજપના ધારાસભ્યએ શ્રદ્ધાંજલિ અર્પી 1977માં સંસદ સભ્ય બન્યા હતા
24-25 વર્ષની ઉંમરે તેઓ પંચાયતના પ્રમુખ બન્યા બાદ 1977માં સાંસદ સભ્ય બન્યા હતા. તેઓ કોંગ્રેસના ચાણક્ય હતા. હંમેશા કોંગ્રેસના ક્રાઈસીસના સમયમાં તેઓની ભૂમિકા મહત્વની હતી, મૃદુ સ્વભાવના કારણે વિદેશોમાં પણ તેઓની એક આગવી પ્રતિભા હતી. કાર્યકર્તાઓનો રાજકીય જ નહીં અંગત પ્રશ્ન હોય તો તે પણ ઉકેલી આપતા હતા.
અહેમદ પટેલનું નિધનઃ વડોદરા કોંગ્રેસે શોકની લાગણી વ્યક્ત કરી, ભાજપના ધારાસભ્યએ શ્રદ્ધાંજલિ અર્પી મુસ્લીમ હોવા છતાં તેમની બિનસાંપ્રદાયીક ભૂમિકા રહી
રાજીવ ગાંધીના વડાપ્રધાન પદથી લઈને સોનીયા ગાંધી યુપીએના અધ્યક્ષ બન્યા, ત્યારે તેમના અંગત રાજકીય સલાહકાર સુધીની તેમની ભૂમિકા અત્યંત મહત્વની હતી. દેશની એકતા અખંડિતતા જળવાઇ રહે તે માટે મુસ્લીમ હોવા છતાં તેમની બિનસાંપ્રદાયીક ભૂમિકા જોવા મળી હતી. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને વડોદરા સાથેના તેમના સંસ્મરણો વાગોળ્યા હતા.
અહેમદ પટેલનું નિધનઃ વડોદરા કોંગ્રેસે શોકની લાગણી વ્યક્ત કરી, ભાજપના ધારાસભ્યએ શ્રદ્ધાંજલિ અર્પી રાજ્ય અને જિલ્લાકક્ષાએ શોક બેઠક યોજવા સૂચન
71 વર્ષીય અહમદ પટેલ લગભગ એક મહિના પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યાર બાદ તેમનું સ્વાથ્ય કથળ્યું હતું. કોરોનાની ગંભીર બિમારીના કારણે અહમદ પટેલના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતુ. આખરે બુધવારે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પાર્ટીના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધન પર કોંગ્રેસે તમામ રાજ્યોના પાર્ટી એકમોને આગામી ત્રણ દિવસ સુધી પાર્ટીનો ધ્વજ અડધી કાઠીએ ફરકાવવા ઉપરાંત રાજ્ય અને જિલ્લાકક્ષાએ શોક બેઠક યોજવા સૂચન ક્યું છે.
અહેમદ પટેલનું નિધનઃ વડોદરા કોંગ્રેસે શોકની લાગણી વ્યક્ત કરી, ભાજપના ધારાસભ્યએ શ્રદ્ધાંજલિ અર્પી ભાજપના ધારાસભ્યએ શ્રદ્ધાંજલિ અર્પી શોકની લાગણી વ્યક્ત કરી
જયારે, કોંગ્રેસના રાજકારણમાં ચાણક્ય ગણાતા અને મુળ ગુજરાતના એહમદ પટેલના કોરોનાની બીમારીના કારણે થયેલ અવસાન બાબતે સાવલી વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે શ્રદ્ધાંજલિ અર્પી શોકની લાગણી વ્યક્ત કરી હતી.
વડોદરા કોંગ્રેસે શોકની લાગણી વ્યક્ત કરી, ભાજપના ધારાસભ્યએ શ્રદ્ધાંજલિ અર્પી