ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં 100 બાઈકર્સે દિલધડક સ્ટન્ટ કરી જીત્યા લોકોના દિલ - dangerous motorcycle stunts

વડોદરામાં (Navlakhi Ground Vadodara) દેશની સૌથી મોટી ઑફ રોડ ટૂ વ્હીલર ચેમ્પીયનશિપ સુપરક્રોસનું આયોજન (championship off road racing Supercross) કરવામાં આવ્યું હતું. અહીં 8 વર્ષના બાળકથી લઈને 50 વર્ષના બાઈકર્સે વિવિધ દિલધડક સ્ટન્ડ કરી બતાવ્યા હતા. સાથે જ અહીં ભાગ લેનારા બાઈકર્સે પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો.

વડોદરામાં 100 બાઈકર્સે દિલધડક સ્ટન્ટ કરી જીત્યા લોકોના દિલ
વડોદરામાં 100 બાઈકર્સે દિલધડક સ્ટન્ટ કરી જીત્યા લોકોના દિલ

By

Published : Oct 17, 2022, 11:31 AM IST

વડોદરાશહેરના નવલખી મેદાન (Navlakhi Ground Vadodara) પર દેશની સૌથી મોટી ઑફ રોડ ટૂ વ્હીલર ચેમ્પિયનશિપ 'સુપરક્રોસ'ના (championship off road racing Supercross) ચોથા રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 વર્ષની ઉંમરના બાળકથી લઈને 50 વર્ષના બાઈકર્સ મળી 100 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ તમામ બાઈકર્સે અહીં દિલધડક સ્ટન્ડ કરી બતાવ્યા હતા.

ક્વાલિફાઈ બાઈકર્સ આવ્યા 21મી રાષ્ટ્રીય સ્તરની સુપરક્રોસ ચેમ્પિયનશિપના આગાઉ નાસિક, પૂના અને કોઇમ્બતૂર એમ ત્રણ શહેરમાં ત્રણ રાઉન્ડ યોજાઇ (championship off road racing Supercross) ચૂક્યા છે. તેમાં ક્વાલિફાઈ થયેલા 100 ખેલાડીઓ વડોદરા ખાતે ચોથા રાઉન્ડમાં સ્પર્ધામાં ભાગ લેવા શહેરના મહેમાન બન્યા (Bike Stunt in vadodara) હતા. આ માટે નવલખી ગ્રાઉન્ડ (Navlakhi Ground Vadodara) પર 700 મીટરનો ટ્રેક તૈયાર કરવામા આવ્યો હતો. આ ટ્રેક પર 13 ડબલ જમ્પ, 2 ટેબલટોપ્સ વ્હૂપ્સ અને બર્મ તૈયાર કરવામાં આવ્યા હતા, જેના.પર બાઈકર્સ ખતરનાક સ્ટન્ટ કરતા નજરે (dangerous motorcycle stunts) પડ્યા હતા.

ક્વાલિફાઈ બાઈકર્સ આવ્યા

પડકારજનક સ્ટન્ટ દેખાયા આ ચેમ્પિયનશિપમાં (championship off road racing Supercross) 8થી 18 વર્ષના બાળકો માટેની 2 કેટેગરી સહિત કુલ 7 કેટેગરીમાં 100 સ્પર્ધકો પડકારજનક ટ્રેક પર સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા. ચોથા રાઉન્ડના અંતે પોઇન્ટ ટેબલમાં ટોપ પર આવનાર સ્પર્ધકો પાંચમા અને છઠ્ઠા રાઉન્ડમાં ભાગ લેશે, જે અનુક્રમે બેંગ્લોર અને ગોવા ખાતે યોજાશે. આ ઈવેન્ટમાં બાઈકર્સના સ્ટન્ટ (dangerous motorcycle stunts) જોવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા. અહીં લાખ્ખો રૂપિયાની બાઇઈ સાથે સ્પર્ધકો દિલધડક સ્ટન્ટ (dangerous motorcycle stunts) કરતા નજરે પડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details