વડોદરા - વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડાકીય માહિતી અનુસાર વડોદરામાં 40 તળાવો છે. જેમાં 25 તળાવોને હાલ સુધીમાં બ્યૂટિફિકેશન (Beautification of lakes)કરવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના તળાવનું બ્યૂટિફિકેશન પૂર્ણ થયું છે અને એક તળાવને પીપીટી મોડલ મુજબ આપવામાં આવેલ છે. અત્યારે આ તળાવો પાછળ સરકારે અંદાજે 85 કરોડથી પણ વધુનો ખર્ચ કર્યો છે, પરંતુ તળાવની હાલત હજુ પણ પહેલાં જેવી જ છે. વિકાસ સાથે આ તમામ તળાવોની જાળવણી કરવામાં પાલિકા (Vadodara Corporation)તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું છે તો બીજી તરફ અન્ય 4 તળાવોની બ્યૂટિફિકેશન માટે ટેન્ડર પ્રક્રિયા (Tender process for beautification of lakes) ચાલી રહી છે.
વિપક્ષ નેતાના આક્ષેપ -વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા અમી રાવતે (Vadodara Congress allegation) જણાવ્યું હતું કે હાલ સુધીમાં વડોદરા કોર્પોરેશન (Vadodara Corporation)દ્વારા 25 તળાવનું બ્યૂટિફિકેશન (Beautification of lakes)કરવામાં આવ્યું છે જેની પાછળ 87 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં પણ તળાવો ડ્રેનેજના પાણીથી ખદબદે છે સાથે તળાવમાં માછલીઓના મોતથી (Death of fish in the lake ) દુર્ગંધ ફેલાય છે. આ તળાવોમાં ડિસોલ્વ ઓક્સિજન લેવલ ઝીરો છે છતાં તંત્ર દ્વારા આ તળાવ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે છતાં ત્યાંની પરિસ્થિતિ સુધરી નથી અને દર વર્ષે 2 કરોડ જેટલી રકમ જાળવણી પાછળ ખોટો ખર્ચ કરવામાં આવે છે. સાથે અન્ય 4 તળાવોની પરિસ્થિતિ સુધારવાની વાત છે તો અગાઉ ખર્ચેલ કરોડો રૂપિયા છતાં હજુ સ્થિતિ ત્યાંની ત્યાં જ છે તો અન્ય તળાવો પાછળ પૈસા ખર્ચવાનો શું મતલબ છે?
આ પણ વાંચો -Lake Renovation in Vadodara: VMCએ છાણી તળાવના બ્યૂટિફિકેશન માટે 14 કરોડ ખર્ચ્યા, પરંતુ કામ હજી અધૂરું