ગુજરાત

gujarat

ETV Bharat / city

રફ્તારની ખોજ : ગામડામાંથી ફાસ્ટર બોલર શોધી પૂર્વ ક્રિકેટર શિખર પર લઈ જવા કરશે તૈયાર

બરોડા ક્રિકેટ એસોસિએશન (Baroda Cricket Association) દ્વારા "ફ્રોમ સ્ટ્રીટલાઇટ્સ ટુ ફ્લડલાઇટ્સ" પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ દ્વારા ફાસ્ટાર બોલરોની (Vadodara Fast Bowler Training) પસંદગી કરવામાં કરશે. તેમજ પસંદગી પામેલા તમામ બોલર્સને મુનાફ પટેલ દ્વારા (Vadodara Munaf Patel) માર્ગદર્શન આપી નવી તકને પ્રેરીત છે.

રફ્તારની ખોજ : ગામડામાંથી ફાસ્ટર બોલર શોધી પૂર્વ ક્રિકેટર શિખર પર લઈ જવા કરશે તૈયાર
રફ્તારની ખોજ : ગામડામાંથી ફાસ્ટર બોલર શોધી પૂર્વ ક્રિકેટર શિખર પર લઈ જવા કરશે તૈયાર

By

Published : May 13, 2022, 4:09 PM IST

વડોદરા : આદિત્ય બિરલા કેપિટલના સહયોગથી બરોડા ક્રિકેટ એસોસિએશન "ફ્રોમ સ્ટ્રીટલાઇટ્સ ટુ ફ્લડલાઇટ્સ" પ્રોજેક્ટના ભાગરૂપે 'ઇન ક્વેસ્ટ ઓફ સ્પીડ' નામના ફાસ્ટ બોલર ટેલેન્ટ હન્ટનું આયોજન કરી રહ્યું છે. આ પ્રોજેક્ટની શરૂઆત 18 અને 19મી મે 2022ના રોજ કોલીયાદ (કરજણ તાલુકા) ખાતેથી કરવામાં આવશે. જેમાં ગામડામાં રહેલા નાનામાં નાનો ક્રિકેટર (Baroda Cricket Association) પોતાનું પર્ફોર્મ આપશે.

ગામડામાંથી ફાસ્ટર બોલર શોધી પૂર્વ ક્રિકેટર શિખર પર લઈ જવા કરશે તૈયાર

આ પણ વાંચો :બરોડા ક્રિકેટ એસોસિશનના મુખ્ય કોચ તરીકે ડેવ વોટમોરની વરણી

રમતની સંપત્તિ તાલીમ આપવાનો પ્રયાસ - વડોદરા ક્રિકેટની પ્રખ્યાત પ્રતિભા ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર મુનાફ પટેલ દ્વારા સમગ્ર માર્ગદર્શન (From Streetlights to Floodlights) આપવામાં આવશે. વડોદરા જિલ્લાના અધિકાર ક્ષેત્રના અમરેલી, કોડીનાર, કરજણ, જંબુસર, પેટલાદ, સંખેડા, બોડેલી, મેસરાદ અને આસપાસના વિસ્તારો જેવા વણશોધાયેલા પ્રદેશોમાંથી ઝડપી બોલરોને માર્ગદર્શન આપવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી રહી છે. આ સંશોધન પ્રક્રિયા થોડા કુશળ અથવા કાચા ઝડપી બોલરોને શોધવાનો અને તેમને ક્રિકેટની રમતની સંપત્તિ બનવાની તાલીમ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. પસંદ કરાયેલા ખેલાડીઓને ફિલ્ટર કરી યોગ્ય ફાસ્ટ બોલરોને મુનાફ (Vadodara Munaf Patel) દ્વારા એક મહિનાના કેમ્પમાં તાલીમ (Vadodara Fast Bowler Training) આપવામાં આવશે.

બરોડા ક્રિકેટ એસોસિએશન

આ પણ વાંચો :વડોદરા : BCAના ક્રિકેટ સ્ટેડિયમનું કિરણ મોરે ટી-20 પ્રિમિયર લીગથી ઉદ્દઘાટન કરાયું

નેશનલ લેવલે વડોદરાના બોલર મળે તે માટે પ્રયાસો -સમગ્ર ગુજરાતમાં ક્રિકેટમાં વધુમાં વધુ ક્રિકેટર વડોદરા શહેર માંથી રમી રહ્યા છે, પરંતુ મુનાફ પટેલ પોતે એક ગામડામાંથી આવે છે અને બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અનેક ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમમાં આપવામાં આવ્યા છે. પરંતુ, હાલમાં ફાસ્ટ બોલરોનો દબદબો રહ્યો છે. ત્યારે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અનેરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દરેક રૂરલમાં અલગ અલગ કેમ્પ કરી 16 થી 21 વર્ષના યુવા ફાસ્ટ બોલરોની પસંદગી કરવામાં આવશે. મુનાફ પટેલે જણાવ્યું હતું કે, વધુમાં વધુ બોલરો અમે આપી શકીએ તે માટેના આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જે ખેલાડી સક્ષમ નથી તેને બરોડા ક્રિકેટ એસોસિએશન (Baroda Cricket Association Bowlers Training) ખર્ચ ઉઠાવી તમામને તાલીમ આપશે.

ABOUT THE AUTHOR

...view details