વડોદરા: નારી સંરક્ષણ ગૃહમાંથી નાસી ગયેલ 2 બાંગલાદેશી યુવતિઓને રેલ્વે LCB પોલીસે ઝડપી પાડી હતી. આ બંનેની પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે.
વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાંથી ભાગેલી બાંગ્લાદેશી યુવતિઓ રાજકોટથી ઝડપાઈ આ પણ વાંચો:Clash In Navsari: નવસારીના સંદલપોર ગામે બે જૂથ વચ્ચે થઈ મારામારી, એકનું મોત
વડોદરાથી નાસી ગયેલ 2 બાંગલાદેશી યુવતિઓ રાજકોટથી ઝડપાઈ :નાસી ગયેલ 2 બાંગલાદેશી યુવતિઓ અને એક વેસ્ટ બંગાળની યુવતિ વગર પૈસે કોઈપણ રીતે બાય રોડ રાજકોટમાં પહોંચી હતી. બાદમાં કલકતા જવા માટેની હાવડા એક્સપ્રેસનાં સમય અંગે પૂછપરછ માટે રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી. ત્યાં રેલવે પોલીસની સતર્કતાથી બંને ઝડપાઇ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં બંને પાસે ચા પીવાના રૂપિયા પણ નહીં હોવાનું સામે આવ્યું છ.
નારી સંરક્ષણ ગૃહમાંથી નાસી ગઈ 2 બાંગલાદેશી યુવતિઓ :2 બાંગલાદેશી યુવતિઓ અને એક વેસ્ટ બંગાળની યુવતિ વડોદરા નારી સંરક્ષણ ગૃહમાંથી નાસી છૂટી હોવાની માહિતી મળી હતી. જેના આધારે પેટ્રોલિંગમાં રહેલા સ્ટાફને આ અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. દરમિયાન રેલવે ટ્રાફિક યાર્ડમાં શંકાસ્પદ યુવતિઓ જોવા મળી હતી. જેને પગલે તરત મહિલા કોન્સ્ટેબલને બોલાવી બંનેની અટક કર્યા બાદ પૂછતાછ કરતા આ બંને વડોદરા નારી સંરક્ષણ ગૃહમાંથી નાસી ગયેલી યુવતીઓ પોપી બેગમ ઉર્ફે ફરઝાના મહમસેકુલ ઇસ્લામ જાતે શેખ અને મોસમી ઉર્ફે સારમીન મીન્ટુ ઉર્ફે રહીમ હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો:Bogus call center in Ahmedabad : દાણીલીમડા પોલીસે ગેરકાયદે બોગસ કોલસેન્ટર ઝડપી પાડ્યું, 8ની ધરપકડ
મહિલા કોન્સ્ટેબલની હાજરીમાં બંનેની પૂછપરછ કરાઈ :બાદમાં મહિલા કોન્સ્ટેબલની હાજરીમાં બંનેની વધારે પૂછપરછ કરતા તેઓ બાય રોડ વડોદરાથી રાજકોટમાં પહોંચી હોવાનું જણાવ્યું હતું. તેમની પાસે રૂપિયા નહીં હોવાથી પોલીસ દ્વારા તેઓને ચા-પાણી, નાસ્તો કરાવી વિશ્વાસમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેઓએ પોતે કલકતા જવા માટે હાવડા એક્સપ્રેસનાં સમય સહિતની બાબતે ઇન્કવાયરી કરવા માટે રેલવે સ્ટેશન આવી હોવાનું જણાવ્યું હતું. તેમજ મોડી રાત્રીના વડોદરા નારી સરંક્ષણ ગ્રુહમાંથી ભાગી હોવાનુ બંનેએ કબૂલ કર્યું હતું. ત્યારબાદ તેમના અંગે વડોદરા પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી હતી. જેને પગલે વહેલી સવારે વડોદરા પોલીસની ટીમો આવી જતા બંનેનો કબ્જો સોંપી દેવામાં આવ્યો હતો.