ગુજરાત

gujarat

ETV Bharat / city

બાજવા ગામ પાસે 6 વર્ષથી બ્રિજ બનાવવાની કામગીરીના નથી કોઈ ઠેકાણા

વડોદરાની નજીકના બાજવા ગામ પાસે(Bajwa village of Vadodara) બ્રિજના બાંધકામની કામગીરી હજુ પૂરી થઇ નથી. આ બ્રિજની કામગીરી ત્રણ વર્ષમાં થઇ જોઈતી હતી જે 6 વર્ષ થતા પણ હજુ તે બ્રિજની કામગીરીના કોઈ ઠેકાણા(Bajwa Village Bridge Operation Pending) નથી. આ સમસ્યાને લીધે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

Etv Bharatબાજવા ગામ પાસે 6 વર્ષથી બ્રિજ બનાવવાની કામગીરીના નથી કોઈ ઠેકાણા
Etv Bharatબાજવા ગામ પાસે 6 વર્ષથી બ્રિજ બનાવવાની કામગીરીના નથી કોઈ ઠેકાણા

By

Published : Aug 4, 2022, 8:38 PM IST

વડોદરા:શહેરની નજીકના બાજવા ગામ(Bajwa village of Vadodara) પાસે 6 વર્ષથી બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે બ્રિજ 3 વર્ષમાં તૈયાર થઈ જવાનો હતો. તેને 6 વર્ષ થયા છતાં પણ કોઈ ઠેકાણા નથી. જેથી સ્થાનિકોને જીવ ના જોખમે રેલવે ટ્રેક ઓળંગવાનો વારો આવી રહ્યો છે.

જે બ્રિજ 3 વર્ષ માં તૈયાર થઈ જવાનો હતો તેને 6 વર્ષ થયા છતાં પણ કોઈ ઠેકાણા નથી જેથી સ્થાનિકો ને જીવ ના જોખમે રેલવે ટ્રેક ઓળંગવાનો વારો આવી રહ્યો છે

બ્રિજની કામગીરી વર્ષ 2016માં શરૂ થઈ હતી -ધીમી ગતિ ચાલતા બ્રિજના કામને કારણે બાજવા અને આજુ બાજુના લોકો પરેશાની ભોગવી રહી છે. બ્રિજની કામગીરી વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. જેને પૂર્ણ થતા હજુ કેટલા વર્ષ લાગશે તે કહેવું મુશ્કેલ છે. સૌથી મહત્વની વાત એ છે કે, અહીં જ્યારથી બ્રિજ બનાવવાની કામગીરી(Bridge construction work) શરૂ થઈ છે. તેજ દિવસથી બન્ને તરફની રેલવે ફાટકો બંધ કરી દેવામાં છે. જેથી લોકોને બંધ ફાટકે જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગવા મજબૂર બનવું પડે છે.

આ પણ વાંચો:બીલીમોરામાં આવેલો આંતલીયા ઉડાચને જોડતો બ્રિજ વરસાદની સામે ઝૂક્યો

બ્રિજના બાંધકામને કારણે બાજવા ગામની હાલત કફોડી-વડોદરા નજીક બાજવા ગામ એક તરફથી બીજી તરફ રેલવે ઓવર બ્રિજની કામગીરી(Operation of Rail Over Bridges) છેલ્લા 6 વર્ષ કરતાં વધારે સમયથી ચાલે છે. ધીમી ગતિએ થતા બ્રિજના બાંધકામને કારણે બાજવા ગામની હાલત ખુબ જ દયનીય છે. ફાટક બંધ થવા થઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. બાજવા ગામના બ્રિજ માટે વડોદરાના સાંસદ પણ સમીક્ષા કરીને ગયા છે, છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી.

બાજવા ગામની જનતાને બ્રિજ મળશે કે કેમ, તે એક સવાલ છે -બાજવા ગામમાં બંધાઈ રહેલા આ બ્રિજમાં ફક્ત 5 માણસો કામ કરે છે. આ જોતા લાગે છે કે 15 વર્ષ પછી પણ બાજવા ગામની જનતાને બ્રિજ મળશે કે કેમ, તે એક સવાલ છે. સરકારના નિયમ પ્રમાણે બ્રિજનું કામ ચાલતું હોય ત્યાં રોડ રસ્તાની જવાબદારી બ્રિજની અને માર્ગ મકાન વિભાગની(Road Building Department) હોય છે. કેટલાક બેજવાબદાર સરકારી સાહેબ અને કોન્ટ્રાક્ટની કામગીરીને લઈને ગામના લોકો પરેશાન થઈ ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેવો અનેક વાર સંબંધિત અધિકારીઓને ફરિયાદ કરી ચુક્યા છે. આ ઉપરાંત, વિરોધ અને આંદોલન પણ કરી ચુક્યા છે, સરકાર માત્ર કાગળ પર વિકાસની વાતો કરે છે પણ ગામનો બ્રિજ વર્ષોથી અધુરો છે. જેથી લોકોને જીવના જોખમે(Risk of Crossing railway tracks0 રેલવે ટ્રેક ઓળંગવો પડે છે.

આ પણ વાંચો:સુરતમાં દુબઈ જેવો થ્રી લેયર બ્રિજ, જુઓ સ્કાય વ્યૂ

રેલવે ક્રોસિંગની અવરજવર દરમિયાન જાનહાની થાય તો જવાબદારી કોની? - રેલવે બ્રિજના કારણે બાજવા ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે પૂર્વ અને પશ્ચિમ અહીં પૂર્વ ભાગમાં સરકારી હોસ્પિટલ અને સ્મશાન આવેલું છે. પશ્ચિમ વિસ્તારમાં બજાર, શાળાઓ આવેલી છે. જેથી બન્ને તરફ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. જ્યાં ખૂબ મુશ્કેલી ઉભી થાય છે. વિદ્યાર્થીઓ બાળકો, માતાઓ અને વૃદ્ધ વ્યક્તિઓ જીવના જોખમે રેલવે ક્રોસિંગ કરીને અવર જવર કરે છે. આ દરમિયાન કોઈ જાનહાની થાય તો જવાબદારી કોની તે પણ એક સવાલ છે, ત્યારે તમામ વાતો વચ્ચે સ્થાનિકોનું કહેવું છે કે બ્રિજ ક્યારે બનશે તે કહેવું એક સપના સમાન છે.

ABOUT THE AUTHOR

...view details