- કોરોનાનો કહેરે વડોદરામાં 2 દર્દીઓનો ભોગ લીધો
- OSD ડૉ વિનોદ રાવે ધીરજ હોસ્પિટલ કેમ્પસની મુલાકાત લીધી
- જિલ્લાના SP ડૉ સુધીર દેસાઈની નૉડલ ઓફિસર તરીકે નિમણૂક
વડોદરા:શહેરમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે, વડોદરા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ છે. વડોદરા શહેરમાં આજે શનિવારે વધુ કોરોનાના 403 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કુલ 31902 પોઝીટીવ દર્દી નોંધાયા છે. જેમાં, આજે 2 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા હતા. આથી, કુલ મૃતાંક 262 પર પહોંચ્યો છે. આ દરમિયાન, તંત્ર દ્વારા 11 જેટલા સ્થળે રેપિડ એન્ટીજન ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. તેમાં, આજે 1952 નાગરિકોએ ટેસ્ટ કરાવ્યા હતા.
વડોદરામાં કોરોના કહેર: શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો થઈ હાઉસફુલ, તંત્ર એક્શન મોડમાં આ પણ વાંચો:વડોદરા કોર્પોરેશને કોરોના સંક્રમણ વધતા 50 ટકા સ્ટાફ અને અગત્યના કામ સિવાય તમામ પર પ્રતિબંધ મૂક્યો
કોરોનાના કેસો વધતા કોવિડ હોસ્પિટલ ઉભી કરવા તંત્ર જોતરાયું
કોરોના કહેરને લઈને હોસ્પિટલથી લઇ સ્મશાનો સુધી હાઈસ્કુલના પાટીયા લાગ્યા છે. જ્યારે, દિવસેને દિવસે કોરોનાનો કહેરમાં દર્દીઓની સંખ્યાની સાથે સાથે મૃતકોની સંખ્યા વધતા તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલ ઉભી કરવા તંત્ર જોતરાઈ ગયું છે. OSD ડૉક્ટર વિનોદ રાવે વાઘોડિયા ખાતે ધીરજ હોસ્પિટલ કેમ્પસની રૂબરૂ મુલાકાત લીધી હતી.આ ઉપરાંત, પારુલ હોસ્પિટલ ખાતે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જ્યાં, 300 બેડ છે જેમાં 100 બેડ ખાલી છે. આગામી 3-4 દિવસોમાં 500 જેટલા બેડની સમતા વધારવામાં આવશે. વડોદરા જિલ્લાના SP ડૉ સુધીર દેસાઈની વડોદરાના નૉડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ડૉ વિનોદ રાવ દ્વારા સયાજી અને ગોત્રી હોસ્પિટલની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં, ગોત્રી હોસ્પિટલમાં 7મા માળે 725 બેડનું કામ પૂરું થઇ ગયું છે. આગામી 3-4 દિવસમાં 5મા માળે 90 બેડ ઉમેરવામાં આવશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ઑક્સિજન સિલિન્ડર અને 24 કલાક રિફાલીંગ અને 24/7 ફરજિયાત બનાવવાની સૂચના પણ બહાર પાડી હતી.
વડોદરામાં કોરોના કહેર: શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો થઈ હાઉસફુલ, તંત્ર એક્શન મોડમાં આ પણ વાંચો:વડોદરાની આટલાદરા BAPS હોસ્પિટલમાં 500 બેડની વ્યવસ્થા
કોવિડની ગાઈડલાઈન પાલન ન કરનાર સામે તંત્રની લાલ આંખ
કોરોનાના કેસોમાં દિવસેને દિવસે વધારો થતા વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ દ્વારા જાહેર સ્થળો પર જાહેરાત કરીને લોકોને જાગૃત કરી રહ્યા છે. 12 વોર્ડની અંદર પોલીસની સાથે 36 ટીમો બનાવીને મહાનગરપાલિકાની સાથે પોલીસની ટીમ પણ કામ કરી રહી છે. માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં શાક માર્કેટ, સંગમ ચાર રસ્તા, ખંડેરા માર્કેટ જાહેર સ્થળો પર પણ જાહેરાત કરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. માસ્ક સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન ન કરનાર સામે રૂપિયા 51,200 દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો.