ગુજરાત

gujarat

ETV Bharat / city

Awake OF Corona in Vadodara : સયાજી હોસ્પિટલનું તંત્ર અલાયદા વોર્ડ માટે સજ્જ - વડોદરામાં કોરોનાના વધતા કેસ

વડોદરાની સયાજી હોસ્પિટલના તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલમાં હંગામી ધોરણે અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવશે. Covid-19 ના વધતા કેસોને લઇને આ (Awake OF Corona in Vadodara) તૈયારી કરવામાં આવી છે.

Awake OF Corona in Vadodara : સયાજી હોસ્પિટલનું તંત્ર અલાયદા વોર્ડ માટે સજ્જ
Awake OF Corona in Vadodara : સયાજી હોસ્પિટલનું તંત્ર અલાયદા વોર્ડ માટે સજ્જ

By

Published : Dec 29, 2021, 1:42 PM IST

વડોદરા: રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં વધારો થતાં (Awake OF Corona in Vadodara) વડોદરાની સયાજી હોસ્પિટલના તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વધુ બેડની જરૂર પડે સમરસ હોસ્ટેલમાં હંગામી ધોરણે અલાયદો વોર્ડ પણ તૈયાર (Corona Update in Vadodara 2021) કરવામાં આવશે.

SSG તંત્ર સજ્જ

રાજ્યમાં ગઈકાલે એક દિવસમાં કોરોનાના 394 કેસ નોંધતા (Awake OF Corona in Vadodara) આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલનું તંત્ર કોરોના અને ઓમીક્રોનના વધી રહેલા કેસોને લઈને સજ્જ બન્યું છે. સયાજી હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ (Corona Update in Vadodara 2021) ઉભી કરવામાં આવી છે. કોરોના અને ઓમીક્રોનના દર્દીઓ માટે અલાયદો વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે.

Covid-19 ના વધતા કેસોને લઇને આ વ્યવસ્થા

આ પણ વાંચોઃ Gujpedicon 2021 award To SSG Vadodara : સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગને મળ્યો શ્રેષ્ઠ બાળ ચિકિત્સા વિભાગનો એવોર્ડ

સમરસ હોસ્ટેલમાં પણ અલાયદો વોર્ડ બનાવી શકાશે

સયાજી હોસ્પિટલમાં 30 બેડનો અલાયદો વોર્ડ ઉભો કરાયો છે. જેમાં ઓક્સિજન, વેન્ટિલેટરથી લઈને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો મેડિકલ નર્સિંગ હોમમાં 22 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે. જો કોરોના અને ઓમીક્રોનના કેસોમાં નોંધપાત્ર વધારો (Awake OF Corona in Vadodara) નોંધાય અને સયાજી હોસ્પિટલમાં બેડની અછત સર્જાય તો પણ તંત્ર સજ્જ બન્યું છે. સયાજી હોસ્પિટલને સમકક્ષ સમરસ હોસ્ટેલમાં હંગામી ધોરણે 550 બેડનો અલાયદો વોર્ડ ઉભો (Corona Update in Vadodara 2021) કરવાની પણ તૈયારી દર્શાવી છે. આ વોર્ડ ગણતરીના કલાકોમાં ઉભો થઇ જશે તેવું સયાજી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. ઓ.બી.બેલીમે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ વડોદરામાં ઓક્સિજન અછત મામલે SSG હોસ્પિટલના સુપરિટેન્ડન્ટે પત્રકારો સાથે કરી વાતચીત

પૂરતી માત્રામાં ઓક્સિજન ઉપલબ્ધ

કોરોનાના બીજા વેવમાં ઓક્સિજનની અછતની બુમો સામે આવી હતી. ત્યારે આ વખતે ત્રીજી વેવની (Awake OF Corona in Vadodara) સેવાઇ રહેલી સંભાવના વચ્ચે ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે 40 ટન ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે. અને સાથે સાથે સયાજી હોસ્પિટલમાં 7 ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાંથી 9 ટન ઓક્સિજન (Corona Update in Vadodara 2021) મળી રહેશે. જેને લઈને ઓક્સિજનની કોઈ અછત નહિ સર્જાવાનો નોડલ ઓફિસર ડો. ઓ.બી.બેલીમે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details