વડોદરાઃ સાવલી નગરપાલિકાના ભ્રષ્ટાચારની માગેલી માહિતી ન અપાતાં તાળાબંધીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાવલીમાં નગરસેવક અને શહેર કોંગ્રેસે એક અલ્ટીમેટમ આપ્યું હતું. જે મુજબ વહીવટી ખર્ચની માહિતી 3 દિવસમાં માંગવામાં આવી હતી. જે નહીં મળે તાળાબંધી નું એલાન આપવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને નગરપાલિકાની કચેરીને તાળાબંધીના કાર્યક્રમને લઈને સાવલી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કોંગી કાર્યકારોનું ટોળું સૂત્રોચાર સાથે નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યું હતું અને સાવલી પોલીસના સ્ટાફે તાળાબંધીના પ્રયાસને નિષ્ફળ કર્યો હતો.
સાવલી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસનો તાળાબંધીનો પ્રયાસ, પોલીસે બનાવ્યો નિષ્ફળ - તાળાબંધી
સાવલી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સાવલી નગરપાલિકા કચેરીએ વહીવટી ખર્ચની માહિતી આપવાની માગણી કરવામાં આવી હતી જે ન મળતાં તાળાબંધી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલા કાર્યકર્તાઓ દ્વારા થયેલાં તાળાબંધીના પ્રયાસને જોકે પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે દસેક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી લીધી હતી.

સાવલી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસનો તાળાબંધીનો પ્રયાસ, પોલીસે બનાવ્યો નિષ્ફળ
સાવલી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસનો તાળાબંધીનો પ્રયાસ, પોલીસે બનાવ્યો નિષ્ફળ
મહિલા નગરસેવક સાથે કોંગી કાર્યકારોનું ટોળું તાળાબંધી માટે આવતાં તેઓની પોલીસે અટકાયત કરી હતી. મહિલા નગરસેવક સહિત 10 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે, સાવલી નગરપાલિકામાં થતાં ભ્રષ્ટાચાર અંગે આગામી દિવસોમાં ગાંધીચીંધ્યાં માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ કાર્યકરોએ ઉચ્ચારી હતી.