માહિતી પ્રમાણે, ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રી રતી મહેતા પોતાની કોલેજ પુરી કરી ઘરે જઈ રહી હતી. જે દરમિયાન એક એક્ટીવા સવાર દંપતી સાથે રતીનો અકસ્માત થયો હતો. જેથી એક્ટીવા સવાર દંપતી મહિલાએ રતી મહેતાની કારના કાચ અને વાયપર તોડી નાખ્યા હતા. સાથે જ અશરફ પઠાણ નામના આરોપીએ અન્ય 6 થી 7 શખ્સોને ફોન કરી બોલાવી તમામ લોકોએ રતી મહેતાની કારનો ઘેરાવ કરી તેના પર હુમલાનો પ્રયાસ કર્યો.
ડભોઈના ધારાસભ્યની પુત્રીની ગાડી ઉપર એક્ટિવા સવાર દંપતીએ કર્યો હુમલો
વડોદરાઃ ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રીની કારનો દાંડીયા બજારમાં એક્ટિવા સવાર દંપતી સાથે અકસ્માત થયો હતો. જેથી આ દંપતીએ તેણી પર હુમલો કરી અન્ય 7 શખ્સોને બોલાવી કારનો ઘેરાવ કરતા હડકંપ મચી ગયો હતો.
આ ઘટના બનતા રતી મહેતાએ તેના પિતા શૈલેષ મહેતાને ફોન કરી જાણ કરી હતી. જેથી શેલૈષ મહેતાએ આ મામલાની રાવપુરા પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી દંપતીની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. રતી મહેતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે હુમલાની અને કારમાં તોડફોડ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે અશરફ પઠાણ અને તેમની પત્નીની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે.
બીજી બાજુ ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત ભાજપના નેતાઓ રાવપુરા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. આ મામલે શૈલેષ મહેતાએ કહ્યું હતું કે, દાંડીયાબજાર વિસ્તારમાં અવારનવાર યુવતીઓની છેડતી થાય છે. છતાં પોલીસ કોઈપણ કાર્યવાહી કરતી નથી. જેથી આ મામલાની જાણ ગૃહમંત્રી અને વડોદરા પોલીસ કમિશ્નરને પણ કરી છે.