ગુજરાત

gujarat

ETV Bharat / city

આશાવર્કર બહેનોએ ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશ્નરની ગાડી રોકી હોબાળો મચાવ્યો

કોવિડ 19 અન્વયે ખડેપગે કામગીરી કરતી આશાવર્કર બહેનોને વિશેષ મહેનતાણું નહીં મળતા આશાવર્કર બહેનોએ વડોદરાની પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશ્નરની ગાડી રોકી હોબાળો મચાવ્યો હતો.

આશાવર્કર બહેનોએ ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશ્નરની ગાડી રોકી હોબાળો મચાવ્યો
આશાવર્કર બહેનોએ ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશ્નરની ગાડી રોકી હોબાળો મચાવ્યો

By

Published : Apr 23, 2021, 3:31 PM IST

  • આશાવર્કર બહેનોને યોગ્ય મહેનતાણું નહીં મળતા કોર્પોરેશન કચેરીએ હોબાળો મયાવ્યો
  • મ્યુનિસિપલ કમિશનરની ગાડી રોકી ઉગ્ર રજૂઆત કરી
  • રોજનું 750 રૂપિયા મહેનતાણું અને મૃત્યુ પામે તો 50 લાખનો વીમો આપવા માગ કરી
  • કોરોના સંક્રમિત થાય તો સારવાર પેટે યોગ્ય મહેનતાણું આપવા માગ કરી

વડોદરાઃ દિવસેને દિવસે વકરી રહેલા કોરોનાના વ્યાપ વચ્ચે આરોગ્ય વિભાગના સંજીવની અભિયાનમાં પોઝિટિવ દર્દીઓની સાર સંભાળ રાખતી આશાવર્કર બહેનોને વિશેષ મહેનતાણાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી નથી. જેને પગલે નારાજ આશાવર્કર બહેનોએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાજીક કાર્યકર ચંદ્રિકાબેન સોલંકીની આગેવાની હેઠળ હોબાળો કર્યો હતો.

આશાવર્કર બહેનોએ ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશ્નરની ગાડી રોકી હોબાળો મચાવ્યો

આ પણ વાંચોઃ કોરોના પરિસ્થિતિને લઈ વડોદરા કોંગ્રેસે સરકારને કર્યા સૂચનો

મનપા કમિશ્નરની ગાડી રોકી રજૂઆત કરાઇ

આશાવર્કર બહેનોએ સૂત્રોચાર કરી વિશેષ ભથ્થા સાથે આશાવર્કર બહેનો સંક્રમિત થાય તો યોગ્ય સારવાર, કોરોનાના કારણે મૃત્યુ થાય તો રૂપિયા 50 લાખના વળતરની માંગણી કરી હતી. આ દરમિયાન આશાવર્કર બહેનોએ પાલિકાની કચેરી બહાર મ્યુનિસિપલ કમિશ્નર પી.સ્વરૂપની ગાડીને રોકી ઉગ્ર રજૂઆત કરી હતી અને યોગ્ય ન્યાયની માગ કરી હતી. જ્યારે આશાવર્કર બહેનોની રજૂઆતનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે તેવી મ્યુનિસિપલ કમિશ્નર પી.સ્વરૂપે હૈયાધારણા આપી હતી.

આ પણ વાંચોઃ વડોદરાના મેયર કેયુર રોકડિયાએ સીએમ રૂપાણીની કોન્ફરન્સ અંગે પત્રકારોને માહિતગાર કર્યા

આશાવર્કર બહેનો કોરોના સંક્રમિત થાય તો સારવાર પેટે મહેનતાણું આપવામાં આવે

આ અંગે માહિતી આપતા સામાજીક કાર્યકર ચંદ્રિકાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, અચરજની વાત તો એ છે કે કલાસ-1 અને કલાસ-2ના ઓફિસરોને રૂપિયા દોઢ લાખથી અઢી લાખનો તોતિંગ વધારો કરવા સરકારને ગરજ પડી છે. એટલે જાહેર કર્યું છે. આશાવર્કર બહેનોને એક ફદિયુ પણ આપ્યું નથી ત્યારે ખરેખર સરકાર અસંવેદનશીલ છે. એ સ્પષ્ટ અહીં દેખાઈ રહ્યું છે. તેમની માંગણી છે કે રોજનું 750 રૂપિયા મહેનતાણું આપવામાં આવે અને કોરોના વોરીયર્સ આશાવર્કર બહેનો કામગીરી દરમિયાન મૃત્યુ પામે છે તો 50 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે. આશાવર્કર કોરોના સંક્રમિત થાય તો તેની યોગ્ય સારવાર પેટે મહેનતાણું પણ આપવામાં આવે. મ્યુનિસિપલ કમિશ્નર ખરેખર ઉદાર દિલના નજર આવ્યા અને તેમણે તેમની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી માટે એમને ઘટતું તાત્કાલિક કરવા માટે કાર્યવાહી કરવા માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details