- પીડિતા યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ
- આરોપીઓને શોધવા જેટલી પોલીસ ફોર્સની જરૂર હશે તેટલી આપીશું
- ગુજરાત પોલીસની કોઈ બોર્ડર નથી, તમામ ટીમો ગુજરાત પોલીસ તરીકે કામ કરી રહી છે
વડોદરા: તાજેતરમાં યુવતી પર દુષ્કર્મ અને આત્મહત્યા (vadodara rape and suicide case)નો મામલો સામે આવતા રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે હવે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી (state home minister on vadodara gange rape case)એ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આ બનાવ અંગે રેલવે પોલીસ, વડોદરા શહેર પોલીસ સહિત ગુજરાત પોલીસની વિવિધ 35 જેટલી ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે.
પીડિતા યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ: હર્ષ સંઘવી પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવાની જવાબદારી અમારી
500થી વધુ સીસીટીવી ફૂટેજ અને લોકેશન ટ્રેકીંગ સિસ્ટમના માધ્યમથી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરાઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, "ગુજરાત રાજ્યની પોલીસ ખૂબ જ મજબૂતાઈથી આ કેસ પર કામ કરી રહી છે. પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવાની જવાબદારી અમારી છે."
પોલીસ જવાનો પીડિતાના ભાઈ તરીકે જ પોતાની ફરજ નિભાવી રહ્યા છે
"હું માત્ર રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન તરીકે જ નહીં પરંતુ એક ભાઈ તરીકે પીડિતાને ન્યાય અપાવીશ. સાથે જ ગૃહ રાજ્ય પ્રધાને કહ્યું કે, આ કેસ પર કામ કરી રહેલા તમામ પોલીસ જવાનો પીડિતાના ભાઈ તરીકે જ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ટૂંક જ સમયમાં તમામ આરોપીઓ પોલીસના સંકજામાં હશે. અત્યારે ભલે આરોપીઓ ઝડપાયા નથી, પરંતુ તેઓ લાંબો સમય પોલીસની પકડથી દૂર નહીં રહી શકે. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા આ મામલામાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. યુવતીનો પીછો કરનાર એક વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો છે.
ડ્રગ્સ લાવવાનો પ્રયત્ન કરશે એ તમામનું ગુજરાત પોલીસની ટીમ મજબૂતાઈથી સ્વાગત કરશે ડ્રગ્સ લાવવાનો પ્રયત્ન કરશે એ તમામનું ગુજરાત પોલીસની ટીમ મજબૂતાઈથી સ્વાગત કરશે
નોંધનીય છે કે, આ ઉપરાંત ગૃહ રાજ્યપ્રધાને ગુજરાતમાં ઝડપાઈ રહેલા ડ્રગ્સના જથ્થા અંગે પણ નિવેદન (state home minister on dwarka drugs case) આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, રાજ્યના યુવાનો કોઈ પણ પ્રકારના ડ્રગ્સ કે માદક દ્રવ્યોના આદી ન બને તે માટે ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જો કોઈ ગુજરાતની બોર્ડર પરથી ડ્રગ્સ (dwarka drugs case) લાવવાનો પ્રયત્ન કરશે એ તમામનું ગુજરાત પોલીસની ટીમ મજબૂતાઈથી સ્વાગત કરશે. ડ્રગ્સ માફિયાઓ ચેતવણી આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં જો કોઈ ડ્રગ્સ લાવવાનો પ્રયત્ન કરશે તેમને વર્ષો સુધી તેના પરિવારથી દૂર રહેવું પડશે અને જેલમાં જવાનો વારો આવશે.