ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કરવામાં આવી વ્યવસ્થા - immersion of ganesha

ગણેશ ચતુર્થી, જેને વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે, હિંદુ ધર્મમાં 10-દિવસીય તહેવાર હાથીના માથાવાળા દેવ ગણેશના જન્મને ચિહ્નિત કરે છે. જે સમૃદ્ધિ અને શાણપણના દેવ છે. આ ગણેશ ચતુર્થી હિંદુ ભાદ્રપદ મહિનાના ચોથા દિવસે શરૂ થાય છે. તહેવારના અંતિમ દિવસે ગણેશ વિસર્જનની પરંપરા ચાલે છે. 10 દિવસીય ઉત્સવનો સમાપન દિવસ અનંત ચતુર્દશી તરીકે પણ જાણીતો છે. Ganesh Chaturthi 2022, Vadodara municipal corporation, Ganesh visharjan in vadodra, Idol Immersion

વડોદરામાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કરવામાં આવી વ્યવસ્થા
વડોદરામાં ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે કરવામાં આવી વ્યવસ્થા

By

Published : Aug 22, 2022, 4:04 PM IST

Updated : Aug 22, 2022, 5:25 PM IST

વડોદરા: ગણેશ ચતુર્થી આવવાને હવે બસ ગણ્યા દિવસો જ બાકી છે ત્યારે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને (Vadodara municipal corporation) તેની પહેલાથી જ તૈયારી કરવાની શરુ કરી દીધી છે. વિસર્જન કરવા અંગે પાલિકા તંત્ર દ્વારા થોડા પગલા લેવા માટે જાહેર જનતાએ પ્રસ્તાવ મુક્યો છે. ત્યારે મેયર દ્વારા કૃત્રિમ તળાવોની જાહેરાત કરતા જ આયોજકોમાં ખુશીનો માહોલ છે. 'વિસર્જન' (Ganesh visharjan in vadodra) શબ્દ સૂચવે છે તેમ, આ દિવસે ભગવાન ગણપતિની મૂર્તિનું વિસર્જન નદી, સમુદ્ર અથવા જળાશયમાં થાય છે.

આ પણ વાંચોસરકારે માગ સ્વીકારી છતાં માજી સૈનિકોનું આંદોલન યથાવત્

ક્યા તળાવોમાં થશે વિસર્જન તહેવારના પ્રથમ દિવસે, ભક્તો તેમના ઘરો, જાહેર સ્થળો અને ઓફિસોમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના સાથે ગણેશ ચતુર્થીની શરૂઆત કરે છે. અંતિમ દિવસે, ભક્તો તેમના પ્રિય ભગવાનની મૂર્તિઓ લઈને સરઘસમાં આવે છે અને વિસર્જન કરે છે. આ ઉત્સવ બાદ 'વિસર્જન'ને લઈને દરવર્ષે પાલિકા તંત્ર દ્વારા કોઇ આયોજન કરવામાં નહિ આવતા આયોજકોમાં અસમંજસનો માહોલ ઉભો થાય છે. ત્યારે આ વર્ષે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તેની પહેલાથી જ તૈયારી કરવાની શરુ કરી દીધી છે. ગણેશ ઉત્સવને ધ્યાને રાખીને પશ્ચિમ ઝોનમાં ગોરવા- દશામાં તળાવ, ઉત્તરઝોનમાં નવલખી તળાવ, સમા-હરણી રીંગ રોડ પરનું તળાવ, દક્ષિણ ઝોનમાં કુબેરેશ્વર માર્ગ, વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પરના તળાવ તમામ કૃત્રિમ તળાવોમાં જ ગણેશજીનું વિસર્જન (Ganapati visarjan Places in Vadodara) કરવામાં આવશે. તમામ તળાવો પર ફાયરબ્રિગેડ દ્વારા બચાવ ટુકડીઓ અને તરવૈયાની ટીમ ફરજ પર રહેશે. આ ઉપરાંત તળાવોની યોગ્ય સફાઇ પણ કરવામાં આવશે.

આ પણ વાંચોવિશ્વ આદિવાસી દિવસે સરકાર 'એક કાંકરે બે નિશાન' સાધવાની તૈયારીમાં

કચેરી બહાર ફટાકડા ફોડ્યા પાલિકા તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરાવાની સાથે જ આયોજકો તથા સમાજસેવકોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી હતી. જાહેરાતની સાથે જ પાલિકાની કચેરી બહાર ફટાકડા ફોડીનો વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. પાલિકાની જાહેરાત બતાવે છે કે, તેઓ ગણેશજીની મૂર્તિઓના વિસર્જનની (visarjan of Ganesha idols) વ્યવસ્થાને લઇને તૈયાર છે.

Last Updated : Aug 22, 2022, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details