ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાની આટલાદરા BAPS હોસ્પિટલમાં 500 બેડની વ્યવસ્થા - CORONA UPDATES

કોરોનાનો કહેર શહેરમાં યથાવત છે. આજે શુક્રવારે 395 કેસ નોંધાયા હતા. તેમજ 3 કોરોના પોઝિટિવ દર્દીના મોત નિપજ્યા હતા, BAPS અટલાદરા ખાતે 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે 395 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 3 દર્દીના મોત થયા હતા. કોરાનાના કેસ વધતા આટલાદરા BAPS હોસ્પિટલમાં 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

વડોદરાની આટલાદરા BAPS હોસ્પિટલમાં 500 બેડની વ્યવસ્થા
વડોદરાની આટલાદરા BAPS હોસ્પિટલમાં 500 બેડની વ્યવસ્થા

By

Published : Apr 9, 2021, 9:38 AM IST

Updated : Apr 9, 2021, 1:01 PM IST

  • વડોદરા શહેરમાં કોરોનાનો કહેર યથાવત
  • ધાર્મિક અને સામાજિક સંસ્થાની અંદર કોવિડ સેન્ટર પણ ઊભા કરવામાં આવી રહ્યા છે
  • વડોદરામાં ગઈકાલે 395 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા

વડોદરા: કોરાનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. ત્યારે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલ હોય બધા દર્દીઓથી હાઉસ ફુલ થઇ ગયા છે. તંત્ર દ્વારા ધાર્મિક અને સામાજિક સંસ્થાની અંદર કોવિડ સેન્ટર પણ ઊભા કરવામાં આવી રહ્યા છે. સ્મશાનોની અંદર પણ વેઇટિંગ લિસ્ટ 24 કલાકનું છે. કોરોનાની સ્થિતિ ગંભીર થઇ રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવે છે. જેમાં ગઈકાલે 395 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો:વડોદરા શહેરમાં કોરોના મુક્ત થયેલા પિતા-પુત્રને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાંથી રજા અપાઇ

આટલાદરા BAPS હોસ્પિટલના યજ્ઞ પુરુષ સભાગૃહ ખાતે 500 બેડનું કોવિડ કેર સેન્ટર ઊભું કરાયું

શહેરમાં સરકારી હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલોની અંદર કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે. આજે OSD ડૉક્ટર વિનોદ રાવ દ્વારા અટલાદરા ખાતે BAPS હોસ્પિટલની પાછળ BAPS યજ્ઞપુરુષ સભાગૃહ ખાતે 500 બેડના ICUમાં વેન્ટીલેટર કેર સાથે કોવિડ કેર હોસ્પિટલ વ્યવસ્થા કરવામાં આવી હતી. સયાજી હોસ્પિટલ અને BAPS હોસ્પિટલ તબીબો દ્વારા પણ સાર સંભાળ રાખવામાં આવશે. હાલ 150 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે આગામી 4 દિવસમાં બીજા બેડોની પણ વ્યવસ્થા કરી દેવામાં આવશે.

આ પણ વાંચો:વડોદરામાં કોરોના વાઇરસના સંક્રમણને ડામવા વહીવટી તંત્રએ ઘડ્યો એક્શન પ્લાન

VMCની વેબસાઈટ પર કોવિડ બેડોની માહિતી અપડેટ કરવામાં આવશે

કોરોનાના કેસો વધતા હોસ્પિટલમાં હાઉસફૂલ થઈ ગયા છે ત્યારે VMCની વેબસાઈટ પર જોવા મળતા કોવિડ બેડની ઉપલબ્ધતા દરેક નોડલ અધિકારી રિયલ ટાઈમ અપડેટ કરવામાં આવશે. નાગરિકો હવે ઓનલાઈન બેડની ખાલી જગ્યા જાણવા મળશે. આ માહિતી આધારે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા દર્દીઓને વડોદરા લાવવાને બદલે નજીકના તેમના જિલ્લા અથવા નજીકના જિલ્લામાં સુવિધામાં લઇ જશે. કાલથી તમામ હોસ્પિટલમાં નોડલ અધિકારીઓને તાલીમ આપવામાં આવશે. આજે રાત્રે કલેક્ટરે તમામ જિલ્લાના તમામ કોવિડ હોસ્પિટલોની મીટિંગ બોલાવી છે અને સૂચના પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વેબસાઈટમાં સુવિધા ઉપલબ્ધતાના કારણે દર્દીને મુશ્કેલીઓ નહીં પડે.

Last Updated : Apr 9, 2021, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details