ગુજરાત

gujarat

ETV Bharat / city

વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠને શાળા ફી મુદ્દે પાઠવ્યું આવેદનપત્ર - ફી

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના પગલે હાલ શાળા કોલેજોને રાજય સરકાર દ્વારા બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેવામાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા વાલીઓને ફી ભરવાનું દબાણ કરવામાં આવતી હોવાની અનેક બુમો ઉઠી છે. જેને લઈ વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા આવી શાળાઓ સામે તાત્કાલિક પગલા ભરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

vadodara
vadodara

By

Published : Jun 12, 2020, 7:59 PM IST

વડોદરાઃ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના પગલે હાલ શાળા કોલેજોને રાજય સરકાર દ્વારા બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેવામાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા વાલીઓને ફી ભરવાનું દબાણ કરવામાં આવતી હોવાની અનેક બુમો ઉઠી છે. જેને લઈ વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા આવી શાળાઓ સામે તાત્કાલિક પગલા ભરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના કહેર સામે સમગ્ર ભારત દેશ ઝઝુમી રહ્યો છે. તો બીજી તરફ શાળા કોલેજો બંધ હોય ખાનગી શાળાના સંચાલકો દ્વારા વાલીઓને તાત્કાલિક ફી ભરી દેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જોકે લોકડાઉનના સમયમાં બાળકોને ઝુમ એપ મારફતે ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે.

આ પણ વાંચો : સુરતમાં ઓનલાઈન એજયુકેશનના નામે ખાનગી શાળાના સંચાલકો દ્વારા ફી મુદ્દે વાલીઓ પર દબાણ

ઓનલાઈન શિક્ષણથી બાળકોની આંખોને નુકસાન પણ પહોંચી શકે છે તો બાળકોને બીજી અન્ય તકલીફ પણ પડી રહી છે. જેથી આવી ઓનલાઈન ભણતરની પ્રક્રિયા બંધ કરવામાં આવે અને ફી માટે કરવામાં આવી રહેલી ઉઘરાણી બંધ કરવામાં આવે તેવી માંગ સાથે વિશ્વ હિન્દુ યુવા અને સાંસ્કૃતિક સંગઠન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.


ABOUT THE AUTHOR

...view details