ગુજરાત

gujarat

ETV Bharat / city

એન્ટિબાયોટિક દવાનો વધારે પડતો ઉપયોગ કોરોના દર્દીઓ માટે હાનિકારકઃ નોડલ ઑફિસર - ટાટા ફલૂડાં ટેસ્ટ

કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સારવાર માટે આડેધડ અપાતી એન્ટિબાયોટિક દવા એક ચિંતાનો વિષય છે. એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયા મારવાની દવા છે. વાઇરસ પર તેની કોઈ અસર થતી નથી. કોરોના દરમિયાન એન્ટિબાયોટિક્સનો ઉપયોગ એ માનવજાત માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

એન્ટિબાયોટિકનો વધારે પડતો ઉપયોગ કોરોના દર્દીઓ માટે હાનિકારક
એન્ટિબાયોટિકનો વધારે પડતો ઉપયોગ કોરોના દર્દીઓ માટે હાનિકારક

By

Published : Oct 12, 2020, 7:40 PM IST

Updated : Oct 13, 2020, 12:35 PM IST

વડોદરા: કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સારવાર માટે આડેધડ અપાતી એન્ટિબાયોટિક એક ચિંતાનો વિષય છે. એન્ટીબાયોટિક્સ બેક્ટેરિયા મારવાની દવા છે. વાઇરસ પર તેની કોઈ અસર થતી નથી. કોરોના દરમિયાન એન્ટિબાયોટિક્સનો ઉપયોગ એ માનવજાત માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી દરમિયાન દુનિયાભરમાં ગભરાટ અને ડર વધ્યો છે. જેને પગલે કોરોનાના દર્દીને એન્ટિબાયોટિક આપવાનું પ્રમાણ વધી ગયું છે. એક અંદાજ મુજબ વિશ્વમાં 72 ટકા કોરોના દર્દીઓને એન્ટિબાયોટીક આપવામાં આવી હતી.

એન્ટિબાયોટિકનો વધારે પડતો ઉપયોગ કોરોના દર્દીઓ માટે હાનિકારક

વધુમાં જણાવ્યું કે, કોરોનાના દર્દીઓમાં એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગ માટે જવાબદાર કારણોમાં RTPCR ટેસ્ટમાં થતો વિલંબ મુખ્ય છે. એન્ટિબાયોટિક્સનો વધુ પડતા ઉપયોગને પગલે રિજિસ્ટન્ટ બેક્ટેરિયા સ્ટેઇન ઉભી થવાનો ખતરો છે. જે ભવિષ્યમાં માનવજાત માટે ઘાતક બની શકે છે.

આગામી સમયમાં ટાટા ફલૂડાં ટેસ્ટ દ્વારા 1 કલાકમાં કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ તે જાણી શકાશે. રિલાયન્સ લાઇફ સાયન્સીસ દ્વારા આરગ્રીન ટેસ્ટ કરીને બે કલાકમાં કોરોનાનો રિપોર્ટ મળશે. ટુુંક સમયમાં આ બે કંપનીઓ દ્વારા નાગરિકોને રાહત મળશે.

Last Updated : Oct 13, 2020, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details