- બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત વિરુદ્ધ વધુ 1 દુષ્કર્મની ફરિયાદ
- ધોરણ 10ની સગીરા પર આચર્યું દુષ્કર્મ
- નશાયુક્ત ગોળી આપી દુષ્કર્મનો વીડિયો બનાવ્યો
વડોદરા : પ્રશાંત સામે સગીરાને પગ દબાવવાના બહાને બેડરૂમમાં બોલાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરી હોવાની ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે, પાંખઢી પ્રશાંત સામે આ અગાઉ વારસિયા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી, જે કારણે પ્રશાંત હાલ જેલમાં છે. જો કે, હવે તેની સામે વધુ એક ગુનો નોંધાતા પોલીસ ટ્રાન્સફર વોરન્ટથી પ્રશાંતનો જેલમાંથી કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરશે.
ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા પર પ્રશાંતે આચર્યું દુષ્કર્મ
પાખંડી પ્રશાંત ઉપાધ્યાયનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને વેકેશન દરમિયાન પોતાના આશ્રમમાં સેવા માટે રાખી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, બગલામુખી મંદિરનો કહેવાતો ગુરુ પ્રશાંતે સગીરાને નશાયુક્ત ગોળી ખવડાવી દુષ્કર્મ આચરી વીડિયો શુટિંગ કર્યું હતું. જે બાદ તેને ધાક ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું.
દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું
પાખંડી પ્રશાંતે તેની સાથે વારંવાર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. આખરે ત્રસ્ત સગીરાએ પાખંડી પ્રશાંત ઉપાધ્યાય તથા તેની અંગત સેવિકા દિશા સચદેવા, દિક્ષા જસવાની અને ઉન્નતી જોષી વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પાખંડી પ્રશાંતનો વર્ષ 2015માં ભોગ બનેલી સગીરાએ તાજેતરમાં ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે તેના તથા તેના સેવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સગીરા વેકેશન દરમિયાન પાખંડી પ્રશાંતના આશ્રમમાં સેવા કરવા માટે જોડાઇ હતી.