- વિવાદોમાં ઘેરાયેલા રહેતા વાઘોડિયાના ધારાસભ્યનું વધુ એક નિવેદન
- વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમમાં આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- કામ ન કરનારા અધિકારીઓને 14મું રતન બતાવવાની આપી ધમકી
વડોદરા: પોતાની જીભ લપસવાની આદતના કારણે હર હંમેશા વિવાદમાં રહેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પાદરા ખાતે આયોજિત ગરીબ કલ્યાણ અન્ન યોજનાના કાર્યક્રમમાં જીભ લપસી હતી. તેમણે કામ ન કરનારા અધિકારીઓને 14મું રતન બતાવવાની ધમકી આપતા વધુ એક વખત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વિવાદમાં ઘેરાયા હતા.