વડોદરાઃ શહેરના ગોત્રિ વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિરમાં (Gotri Harinagar ISKCON Temple) ભગવાન જગન્નાથજીને જળાભિષેક કરવામાં (Anointing at the ISKCON temple) આવ્યો હતો. ઈસ્કોન મંદિરમાંથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને તેમના સ્થાન પરથી વિધિવત રીતે પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા. ત્યારપછી તેમનું પૂજન-અર્ચન કર્યા બાદ નર્મદા, મહીસાગર અને ગંગા નદીના પવિત્ર પાણીથી તેમનો જળાભિષેક (Anointing at the ISKCON temple) કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો-Jagannath Jalyatra 2022: જળયાત્રા પછી ભગવાન જગન્નાથની આરતી ઉતારવામાં આવી, હવે ભગવાન જશે મોસાળ
41મો જળાભિષેક પૂજન કાર્યક્રમ યોજાયો - વડોદરા ગોત્રિ હરીનગર ચાર રસ્તા નજીક આવેલા ઈસ્કોન મંદિર (Gotri Harinagar ISKCON Temple) ખાતે ભગવાન જગન્નાથજીના 41મા જળાભિષેક પૂજનનો કાર્યક્રમ (Anointing at the ISKCON temple) યોજાયો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો અને ઈસ્કોન મંદિરના સંતો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, સાંસદ રંજનબેન ભટ્ટ (Vadodara MP Ranjanben Bhatt), ધારાસભ્ય સીમા મોહિલે, ભાજપના શહેર અધ્યક્ષ ડો. વિજય શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો અહીં ભગવાનની આરતી- પૂજન કરીને કિર્તન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીનો પવિત્ર જળોથી જળાભિષેક (Anointing at the ISKCON temple) કરવામાં આવ્યો હતો.