ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના પૂર્વ સાંસદ ગાયકવાડને માર મારવા મામલે પોલીસ કમિશનરને આપ્યુ આવેદનપત્ર - Vadodara local news

નાગરિકો કોરોના સંક્રમિત ના થાય તે હેતુથી સરકાર દ્વારા માસ્ક ન પહેરેલા વ્યક્તિ સામે દંડનીય કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જે કાર્યવાહી કરવા માટે નવાપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડેનિસ પટેલની આગેવાનીમાં વિસ્તારમાં કાર્યવાહી કરી રહ્યા હતા. તે દરમિયાન વડોદરાના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડના બહેને નિયમ ભંગ કરતા તેમના વિરુધ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વડોદરાના પૂર્વ સાંસદ ગાયકવાડને માર મારવા મામલે પોલીસ કમિશનરને આપ્યુ આવેદનપત્ર
વડોદરાના પૂર્વ સાંસદ ગાયકવાડને માર મારવા મામલે પોલીસ કમિશનરને આપ્યુ આવેદનપત્ર

By

Published : Dec 31, 2020, 10:55 PM IST

  • વડોદરાના પૂર્વ સાંસદ ગાયકવાડને મારવાના ઘટના
  • વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત
  • પોલીસ કમિશનરને રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ આપ્યુ આવેદનપત્ર
  • પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી

વડોદરાઃ નાગરિકો કોરોના સંક્રમિત ના થાય તે હેતુથી સરકાર દ્વારા માસ્ક ન પહેરેલા વ્યક્તિ સામે દંડનીય કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જે કાર્યવાહી કરવા માટે નવાપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડેનિસ પટેલની આગેવાનીમાં વિસ્તારમાં કાર્યવાહી કરી રહ્યા હતા. તે દરમિયાન વડોદરાના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડના બહેને નિયમ ભંગ કરતા તેમના વિરુધ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વડોદરાના પૂર્વ સાંસદ ગાયકવાડને માર મારવા મામલે પોલીસ કમિશનરને આપ્યુ આવેદનપત્ર

પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો ગાયકવાડ દ્વારા આક્ષેપ

સત્યજીત ગાયકવાડના બહેન પાસે પૈસા ન હોવાના કારણે તેમને તેમના ભાઇનો સંપર્ક કર્યો હતો. ત્યારે પૂર્વ સાંસદ ગાયકવાડ જ સ્થળ પર પહોંચ્યા હતા. આ સમય દરમિયાન પોલીસ અને સરકાર વચ્ચે તું.તું.મેં.મેં ના દ્રશ્યો સર્જાયા હતા. જે સમગ્ર મામલે વડોદરાના પૂર્વ સાંસદ ગાયકવાડે જણાવ્યું છે કે, તેમને પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે.

વડોદરાના પૂર્વ સાંસદ ગાયકવાડને માર મારવા મામલે પોલીસ કમિશનરને આપ્યુ આવેદનપત્ર

શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટને આવેદનપત્ર અપાયુ

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ પટેલની આગેવાનીમાં પૂર્વ વિરોધપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નરેન્દ્ર રાવત સહીત કોંગ્રેસના હોદ્દેદારોએ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટને આવેદનપત્ર આપ્યુ હતુ. આવેદનપત્રમાં પૂર્વ સાંસદ સાથે ઉઠાઈ ભર્યું વર્તન કરી માલદાર નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડેનિસ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણથી તેમને ફરજ પરથી મુક્ત કરવા માટે રજૂઆત કરી હતી. સમગ્ર મામલાની તપાસ શહેર પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે એસીપી કક્ષાના અધિકારી એ.સી.પી રાજગોરને સોંપી છે. તેમજ રિપોર્ટ આવશે ત્યારબાદ ઉચિત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

વડોદરાના પૂર્વ સાંસદ ગાયકવાડને માર મારવા મામલે પોલીસ કમિશનરને આપ્યુ આવેદનપત્ર

ABOUT THE AUTHOR

...view details