ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના સાવલી હાલોલ રોડ પર લોખંડની પ્લેટો ભરેલી ટ્રકે પલટી મારતા અક્સમાત સર્જાયો - વડોદારમાં અક્સમાત સર્જાયો

વડોદરાના સાવલીની કે.જે.આઈટી કોલેજ પાસે અકસ્માત સર્જાયો હતો.હાલોલ થી અમદાવાદ લોખંડની પાટો ભરી જઈ રહેલી ટ્રક પલ્ટી મારી જતા ટ્રક ડ્રાઇવર ફસાતા તંત્રમાં દોડધામ મચી હતી.ડ્રાઇવરને ભારે જહેમતે બહાર કાઢી સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

વડોદરા
વડોદરા

By

Published : Jan 25, 2021, 10:12 AM IST

  • સાવલી હાલોલ રોડ પર અકસ્માત સર્જાયો
  • લોખંડની પ્લેટો ભરેલી ટ્રક પલ્ટી મારતા ડ્રાઇવર ફસાયો
  • ભારે જહેમત બાદ ડ્રાઇવરને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
  • લોખંડની પાટો કેબિન તોડી ઘુસી જતા તેના વજન નીચે ડ્રાઇવર ફસાયો
સાવલીની કે.જે.આઈટી કોલેજ પાસે અકસ્માત સર્જાયો

વડોદરા :સાવલી હાલોલ રોડ પર કે.જે કેમ્પસ પાસે હાલોલ તરફ થી આવતી ટ્રક પલટી મારી હતી. ટ્રકમાં ભરેલા લોખંડની પ્લેટો આગળ ધસી ડ્રાઇવર કેબીન તોડી આવતાં ટ્રક ડ્રાઇવરના પગ ફસાઇ ગયા હતા. સાવલી નગરપાલિકાના કર્મચારી નગરસેવકો સાવલી પોલીસ 108 અને અન્ય ટ્રક ચાલકોએ કલાકો ની મહામહેનતે બહાર કાઢી સારવાર અર્થે તેને 108 દ્વારા સાવલી સરકારી દવાખાને લઈ જવાયો હતો.

સદનસીબે જાનહાની થતા ટળી,ડ્રાઇવર ને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી

વડોદરાના સાવલી હાલોલ રોડ પર લોખંડની પ્લેટો ભરેલી ટ્રકે પલટી મારતા અક્સમાત સર્જાયો

હાલોલથી અમદાવાદ લોખંડની પાટો જેવા દાગીના ભરેલી વિકાસ રોડલાઇન્સ ની GJ01 B,V, 1992 નંબરની ટ્રક સાવલી પાસે આવેલ કે.જે.આઇટી કોલેજના ગેટ પાસે પલ્ટી મારી હતી.બ્રેકના કારણે ટ્રકમાં ભરેલી લોખંડની પાટો ડ્રાઇવર કેબીન તોડી કેબીન પર આવતાં ડ્રાઇવર ફસાયો હતો.આ ઘટનાની જાણ સાવલી નગરમાં થતાં સાવલી નગરપાલિકાના કર્મચારીઓ નગરસેવકો તેમજ સાવલી પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અકસ્માત ઘટનાની જાણ સાવલી નગરમાં થતા ઘટનાસ્થળે લોકટોળા ઉમટ્યાં

ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા જેસીબી મશીન અને ગેસકટરની મદદથી ફસાયેલા ડ્રાઇવરને કલાકો ની જહેમત બાદ બંને પગે ઇજા પામેલા ડ્રાઇવર ને હેમખેમ બહાર કાઢી 108 દ્વારા સારવાર અર્થે સાવલીના સરકારી દવાખાને લવાયો હતો.આ અકસ્માત ઘટનાની જાણ સાવલી નગરમાં થતા ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યાં હતાં.સદનસીબે જાનહાની થતા ટળી હતી.જોકે ડ્રાઇવર ને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથધરી હતી.

ABOUT THE AUTHOR

...view details