ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના માંજલપુર વ્રજધામ અધ્યામિક સંકુલ ખાતે ઉજવાયો આમરોત્સવ - Manjalpur News

વડોદરા જિલ્લાના માંજલપુર વ્રજધામ અધ્યામિક સંકૂલ ખાતે વૈષ્ણવચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજીના સાનિધ્યમાં આમરોત્સવનું શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું. 22માં પાટોત્સવ નિમિતે યોજાયેલા મનોરથના દર્શનાર્થે વૈષ્ણવો ખાસ આવ્યા હતા. જેમાં 11000 કેરીનો મનોરથ ઠાકોરજી સમક્ષ ધરાવવામાં આવ્યો હતો.

Vadodara News
Vadodara News

By

Published : Jun 19, 2021, 7:47 PM IST

  • માંજલપુર વ્રજધામ ખાતે આમરોત્સવનું આયોજન
  • વૈષ્ણવચાર્ય પ. પૂ. વ્રજરાજ કુમારજીના સાનિધ્યમાં યોજાયો
  • 11000 કેરીનો મનોરથ ઠાકોરજી સમક્ષ ધરાવામાં આવ્યો

વડોદરા : જિલ્લાના માંજલપુર વ્રજધામ અધ્યામિક સંકૂલ ખાતે વૈષ્ણવચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજીના સાનિધ્યમાં આમરોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11000 કેરીનો મનોરથ ઠાકોરજી સમક્ષ ધરાવવામાં આવ્યો હતો. સંકૂલમાં શનિવારે 22માં પાટોત્સવ નિમિતે યોજાયેલા મનોરથના દર્શનાર્થે વૈષ્ણવો ખાસ આવ્યા હતા. પૂજ્ય દ્વારા કોરોના મહામારીને પગલે સાદગીથી ઉજવણી થઈ હતી.

માંજલપુર વ્રજધામ અધ્યામિક સંકુલ ખાતે ઉજવાયો આમરોત્સવ

આ પણ વાંચો : વડોદરા: મહિલા પોલીસકર્મીઓનાં બાળકો માટે પોલીસ સ્ટેશનમાં જ તૈયાર થયો ચિલ્ડ્રન રૂમ

22માં પાટોત્સવ નિમિત્તે કોરોનાને કારણે સાદગીથી ઉજવણી કરાઈ

ઠાકોરજીને ખાસ કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. કેરી ફાળોનો રાજા કહેવાય છે અને દર વર્ષે કેરીની સિઝન દરમિયાન વિવિધ વૈષ્ણવ મંદિરોમાં કેરીઓના મનોરથ યોજાતા હોય છે, ત્યારે શનિવારે પૂજ્યશ્રી દ્વારા માંજલપુર હવેલી ખાતે કેરીનો મનોરથ યોજાયો હતો.

ABOUT THE AUTHOR

...view details