ગુજરાત

gujarat

ETV Bharat / city

અમિત ચાવડાની જીભ લપસી, AAPને પાર્ટીને કહી કોંગ્રેસની B ટીમ - Baba Saheb Ambedkar Memorial Day in Vadodara

વડોદરામાં બાબા સાહેબ સ્મૃતિ દિન (Baba Saheb Ambedkar Memorial Day in Vadodara) નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીને અમિત ચાવડાએ કોંગ્રેસની જ બી ટીમ તરીકે ગણાવી હતી. તેમણે એમ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસની બી ટીમ છે એ દેશ અને દુનિયા જાણે છે.

અમિત ચાવડાની જીભ લપસી, AAPને પાર્ટીને કહી કોંગ્રેસની B ટીમ
અમિત ચાવડાની જીભ લપસી, AAPને પાર્ટીને કહી કોંગ્રેસની B ટીમ

By

Published : Sep 23, 2022, 4:53 PM IST

Updated : Sep 23, 2022, 6:40 PM IST

વડોદરાશહેરમાં બાબા સાહેબ આંબેડકર સ્મૃતિ દિન (Baba Saheb Ambedkar Memorial Day) નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન (Program held on Sankalp Day in Vadodara) કરવામાં આવ્યું હતું. જેમાં અમિત ચાવડાની જીભ લપસીહતી અને આમ આદમી પાર્ટીને કોંગ્રેસની જ બી ટીમ તરીકે ઓળખાવી હતી. તેમને પોતાના ભાષણમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી કોંગ્રેસની બી ટીમ છે એ દેશ અને દુનિયા જાણે છે.

આમ આદમી પાર્ટીને અમિત ચાવડાએ કોંગ્રેસની જ બી ટીમ તરીકે ગણાવી હતી

સરકાર દ્વારા સહાય ન ચૂકવતાં વિવાદકોંગ્રેસ નેતા અમિત ચાવડા સંકલ્પ દિવસ નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા વડોદરા આવ્યા હતા. જ્યાં તેમને જણાવ્યું કે, રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળ માટે બજેટમાં 500 કરોડની જાહેરાત (Announcement of assistance for cowsheds) કર્યા બાદ સરકાર દ્વારા સહાય ન ચૂકવતાં વિવાદ ઉભો થયો છે. ચાવડા એ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર હિન્દુ વિરોધી (BJP government is Anti Hindu) છે. ગાયોના નામે માત્ર મત મેળવે છે, ત્યારે આવી સ્થિતિમાં કોંગ્રેસ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સાથે ઊભી છે. લમ્પી વાયરસના કારણે ગાયો મરી રહી છે. સરકાર સહાય ચૂકવી રહી નથી. જે દુઃખ ની વાત છે ગૌશાળા અને પાંજરાપોળમાં ગાયોને ખાવા માટે ચારો પણ નથી, જેથી મુશ્કેલીઓનું નિર્માણ થઈ રહ્યું છે.

ચૂંટણીના ઉત્સાહમાં નેતાઓની જીભ લપસીગુજરાત રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ચૂંટણીના ઉત્સાહમાં નેતાઓની જીભ પણ લપસી ( અમિત ચાવડાની ભાષણ દરમિયાન જીભ લપસી ) રહી છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઉત્સાહમાં આવીને ભાંગરો વાટ્યો છે. તેમણે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની બી ટીમ (Congress Leader Aam Aadmi Party called the B team ) ગણાવી છે.

Last Updated : Sep 23, 2022, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details