ગુજરાત

gujarat

ETV Bharat / city

બેંકો સાથે કરોડોનું કૌભાંડ કરનાર અમિત ભટ્ટનાગર સામે 6 જૂનથી કાર્યવાહી કરાશે - AHD

અમદાવાદઃ 2654 કરોડ રૂપિયાનો 11 બેન્કોને ચૂનો લગાડનાર મહાઠગ અમિત ભટ્ટનાગરને તાજેતરમાં વડોદરા એક્સાઇઝ કમિશ્નર અને CGST દ્વારા ફટકારવામાં આવેલા 10 કરોડ રૂપિયાના દંડ સામે આગળ કાર્યવાહી 6 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

સ્પોટ ફોટો

By

Published : May 31, 2019, 6:49 AM IST

વડોદરા સ્થિત DPIL કંપનીના સહ-માલિક અમિત ભટ્ટનાગરને કર-વિભાગ દ્વારા 10 કરોડનો દંડ ફટકારતા એ મુદ્દે આગળ કાર્યવાહી માટે અગાઉ 4 સપ્તાહની વચગાળા જામીનની માંગ કરતી અરજી હાઇકોર્ટના જસ્ટિસ આર.પી. ધોલરિયાએ સાંભળવાનો ઇન્કાર કર્યો હતો. જે બાદ આ અરજી જસ્ટિસ સંગીતા વિશેનની કોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં તેમણે CBIને નોટિસ ફટકારી વચ્ચગાળા જમીન આપવી કે નહિ એ મુદ્દે વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. અમિત ભટ્ટનાગરને ફટકારવામાં આવેલા કેસમાં દંડ ભરી શકે અથવા સત્તાધીશોને લીગલ ફોરમમાં પફકરી શકે છે. વડોદરા સ્થિત ભટનાગર બંધુ 11 બેંકો સાથે 2654 કરોડ રૂપિયા કૌભાંડ કેસમાં હાલ સજા કાપી રહ્યા છે. જોકે હાઇકોર્ટ આ મામલે વધુ સુનાવણી 6 જૂનના રોજ હાથ ધરશે.

ABOUT THE AUTHOR

...view details