વડોદરામાં ડભોઇ પંડ્યા શેરીમાં રહેતા ગીરીશભાઈ બાબુભાઇ જયસ્વાલ અને રાજુભાઈ બાબુભાઈ જયસ્વાલે પાણી ભરવાના ટેન્કરમાં વિલાયતી દારૂ છુપાવ્યો હતો. જેની બાતમી મળતા પોલીસે ટેન્કર પર કબ્જો કરી લીધો હતો.
વડોદરામાં પાણીના ટેન્કરમાંથી દારૂ ઝડપાયો - વિલાયતી દારૂ
વડોદરા: શહેરમાં ઈદ-એ-મિલાદના બંદોબસ્તમાં આવેલી એલ.સી.બી. પોલીસના જવાનોએ બાતમીના આધારે પાણીના ટેન્કરમાં છુપાવેલો દારૂ ઝડપી લીધો છે. પોલીસે 1632 નંગ બોટલ વિલાયતી દારૂ સહિત રૂપિયા 70,2800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પાણીના ટેન્કરમાંથી દારૂ ઝડપાયો
ડભોઇ ખાતે ઈદ-એ-મિલાદના બંદોબસ્તમાં આવેલ જવાનોએ પાણી ભરવાના ટેન્કરમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં 1632 નંગ વિવિધ બ્રાન્ડની વિલાયતી દારૂ સહિત 70,2800નો મુદ્દામાલ બિનવારસી હાલતમાં ઝડપી બંન્ને ભાઈઓ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે.