- અમદાવાદ બિલ્ડર એસોસિએશન કરી શકે છે હડતાળ
- સિમેન્ટ-સ્ટીલના વધતા ભાવ સામે આક્રોશ
- દેશના કોન્ટ્રાક્ટરો સરકાર સામે લડી લેવાના મૂડમાં
વડોદરા: સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં ઉત્પાદક કંપનીઓ દ્વારા ભાવમાં કરાયેલા વધારાના વિરોધમાં બિલ્ડરનો રાષ્ટ્રીય સંગઠન ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા ગુજરાત દ્વારા દેશભરમાં એક દિવસ બંધ પાડવામાં આવશે. તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપવાના પગલે વડોદરાના ક્રેડાઈના નેજા હેઠળ 500થી વધુ બિલ્ડરો 12મી ફેબ્રુઆરી હડતાળ પાડી વિરોધ નોંધાવશે.
ઓલ ઇન્ડિયા બિલ્ડર એસોસિયેશન હડતાલ કરશે ઓલ ઇન્ડિયા બિલ્ડર એસોસિયેશન હડતાલ કરશે સ્ટીલ, સિમેન્ટ, ડીઝલ તેમજ બાંધકામને લગતી સામગ્રીમાં અસહ્ય ભાવ વધારો
સિમેન્ટ સ્ટીલ ડીઝલ તેમજ બાંધકામની ઉત્પાદક કંપનીઓ ગેરકાયદેસર રીતે કોઈપણ કારણ વગર તદ્દન ગેરવ્યાજબી રીતે અસહ્ય ભાવવધારો કર્યો છે. જેનાથી બાંધકામની પડતર કિંમત વધી હોવાથી સમગ્ર દેશમાં બાંધકામ વ્યવસાય દ્વારા તેનો સખત વિરોધ થઈ રહ્યો છે અને આ ભાવ વધારાને કારણે નાછૂટકે બિલ્ડરોએ મકાનોની વેચાણ કિંમતમાં 20થી 25 ટકાનો ભાવ વધારો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. કૃત્રિમ ભાવ વધારાના વિરોધના સમર્થનમાં ક્રેડાઈ ગુજરાતજી, આઈએચઈડી ક્રેડાઈ, બીએઆઈ જીસીએ, એસીઇ વગેરે તરફથી સંયુક્ત રીતે સમગ્ર દેશમાં કાલે એક દિવસ પ્રતિકારક બંધ પાડવા અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
દેશભરમાં તમામ સાઈડ બંધ રહેશે
ભાવ વધારાના વિરોધમાં દર્શાવતા બેનર હોર્ડિંગ બાંધકામ સહિતના સ્થળે લગાવીને એસોસિયેશનના તમામ સભ્યોની ઓફિસો અને પ્રોજેક્ટ ઉપર કામ કાજ સંપૂર્ણ અને બંધ રાખવામાં આવશે અને હોદ્દેદારો તથા બોર્ડના સભ્યો સ્થાનિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદકો દ્વારા બાંધકામ વ્યવસાય અને બાનમાં લેવાનો પ્રયાસને સંપૂર્ણ નિષ્ફળ બનાવવાના પ્રયાસ કરાશે.