- અંગદાનએ જ શ્રેષ્ઠદાન
- દિકરીના મૃત્યુ બાદ તેના હૃદય પર હાથ મૂકીને અંગદાન કરવા માટે પરિવાર આગળ આવ્યો
- 11 નવેમ્બરે 24 વર્ષીય ઋત્વી શાહનો અકસ્માત થયો હતો
- યુવતીને માથામાં ગંભીર ઇજા થવાને કારણે સંપૂર્ણ બેભાન અવસ્થામાં હતી
- અમુક તપાસ કર્યા પછી બ્રેઈનડેડ જાહેર કરાઈ હતી
વડોદરા: 11 નવેમ્બરે 24 વર્ષીય ઋત્વી શાહનો (24 years old girl donate organs) અકસ્માત થયો હતો. જેને લઇને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઇજા પામેલી યુવતીને શરૂઆતમાં સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યાં યુવતીને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા પછી યુવતીના સગાઓએ (organ donation in Vadodara) યુવતીને સ્ટર્લીંગ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી હતી.
organ donation in Vadodara: દિકરીના મૃત્યુ બાદ તેનું અંગદાન કરવા માટે પરિવાર આગળ આવ્યો આ પણ વાંચો:Partial lunar eclipse: 580 વર્ષ પછી સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે, ભારતમાં નહીં દેખાય
તબીબોએ જણાવ્યું હતું કે, જો શક્ય હોય તો દર્દીના અવયવોનું દાન થઈ શકે છે
યુવતીને માથામાં ગંભીર ઇજા થવાને કારણે સંપૂર્ણ બેભાન અવસ્થામાં હતી. ડોક્ટરે જણાવ્યું હતું કે, દર્દીનું બ્લડપ્રેશર પણ ખૂબ જ ઓછું થઈ જતાં બીજી 48- 72 કલાક સુધી અત્યંત સઘન સારવાર અપાઇ હતી પરંતુ દર્દીની ભાનવસ્થામાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. યુવતીની અમુક તપાસ કર્યા પછી બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી હતી. તબીબોએ જણાવ્યું હતું કે, જો શક્ય હોય તો દર્દીના અવયવોનું દાન થઈ શકે છે. જેને ઓર્ગન ડોનેશન (organ donation in Vadodara) પણ કહેવાય છે. થોડાક સમય લીધા પછી દર્દીના માતા પિતા અને અન્ય દાતાઓએ ઓર્ગન ડોનેટ (24 years old girl donate organs) કરવા માટે તૈયારી બતાવી હતી, જે માટે અમે SOTTOને જાણ કરી છે.
આ પણ વાંચો: ધોરણ 9થી 11માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવામાં આવશે: વાઘાણી
સ્ટર્લીંગ પરિવાર દર્દીના માતા- પિતાનો ખુબ- ખુબ આભારી
કોઓર્ડીનેટર ડો. દીપાલી દ્વારા પણ દર્દીના સગાઓને કાઉન્સિલિંગ (24 years old girl donate organs) કરવામાં આવ્યું હતું અને પછી હૈદરાબાદની ટીમ અને અમદાવાદની ટીમ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઓર્ગન હાર્વેસ્ટિંગ માટે આવી હતી અને દર્દીના લીવર કિડનીનું હાર્વેસ્ટિંગ ચાલુ કર્યું હતું. હૃદય અને ફેફ્સાંની દુર્ભાગ્યે પરિસ્થિતિ જોતા તેનું ડોનેટ (organ donation in Vadodara) શક્ય ન બન્યું પરંતુ લીવર કિડની દ્વારા ત્રણ કે ચાર લોકોને નવજીવન મળશે એ ખુબ જ મોટી વાત છે. આટલા પ્રબળ મનોબળ અને આ નિર્ણય માટે સ્ટર્લીંગ પરિવાર દર્દીના માતા- પિતા અને અન્ય સગાઓના ખુબ- ખુબ આભારી છે.