આણંદ: ગુજરાત રાજ્યમાં નવી નિયુક્તિ પામેલા પ્રધાનમંડળ ઉત્સાહ પૂર્વક કામ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, પ્રજા વચ્ચે જઈને લોકહીત માટે પ્રયત્નો કરતા આ પ્રધાનમંડળના ત્વરિત અને યોગ્ય નિર્ણય શક્તિ જોવા મળી રહી છે તેવામાં રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા લેવામાં આવેલ એક નિર્ણય દ્વારા લગભગ રાજ્યના તમામ નાગરિકોને રાહતના સમાચાર (Citizens get relief from affidavit) આપ્યા હતા અને તે હતો એફિડેવિટ ને (Affidavit is not required for income proof) નાબૂદ કરવાનો નિર્ણય.
આવકના દાખલા માટે એફિડેવિટ નાબૂદ કરવાનો નિર્ણય
રાજ્ય સરકારે મામલતદાર કચેરીનું ભારણ ઘટાડવાનો પ્રયત્ન કરવા માટે ગામ પંચાયતમાં તલાટીને આવકનો દાખલો કાઢવા માટેની સત્તા સોંપવામાં આવી હતી પરંતુ દાખલો મેળવવા માટે આપવા પડતા એફિડેવિટ માટે અરજદારને તાલુકા કક્ષાએ ધક્કા ખાવા ફરજ પડતી હતી તેવા સંજોગે ધ્યાનમાં લઇને આણંદ જિલ્લાના સંગઠન પ્રમુખ વિપુલ પટેલ દ્વારા અરજદારને પડતી તકલીફને લઈને આવકના દાખલા માટે એફિડેવિટ ન લેવા માટે રજુઆત કરવામાં આવી હતી, જે રાજ્ય સરકારે ધ્યાનમાં લઈને રાજ્ય સ્તરે આવકના દાખલા માટે એફિડેવિટ નાબૂદ કરવાનો નિર્ણય (Decision to abolish affidavit) કર્યો હતો.
Exclusive Interview : એક મહિનામાં શહેરની તમામ શાળાઓ પાસે ફાયર NOC હશે- ચીફ ફાયર ઓફિસર
જિલ્લા સંગઠન પ્રમુખ વિપુલ પટેલ દ્વારા રજુઆત કરવામાં આવેલી