ગુજરાત

gujarat

ETV Bharat / city

Adolescent Vaccination In Gujarat: વડોદરાના અલ્હાદપુર ગામે કરી કમાલ, ગણતરીના કલાકોમાં જ પૂર્ણ કર્યું 100 ટકા તરુણોનું વેક્સિનેશન

વડોદરાના અલ્હાદપુરા ગામ (alhadpur village vadodara)માં 15થી 18 વર્ષના તરુણોનું 100 ટકા વેક્સિનેશન (Adolescent Vaccination In Gujarat) પૂર્ણ કરવામાં આવ્યું છે. ગામના રસી મેળવવાને પાત્ર તમામ 48 તરુણોને રસી આપવામાં આવી છે. અલ્હાદપૂરા તરુણ રસીકરણ (Adolescent Vaccination In Vadodara) 100 ટકા પૂરું કર્યું હોય તેવું વડોદરા જિલ્લાનું પ્રથમ ગામ છે.

Adolescent Vaccination In Gujarat: વડોદરાના અલ્હાદપુર ગામે કરી કમાલ, ગણતરીના કલાકોમાં જ પૂર્ણ કર્યું 100 ટકા તરુણોનું વેક્સિનેશન
Adolescent Vaccination In Gujarat: વડોદરાના અલ્હાદપુર ગામે કરી કમાલ, ગણતરીના કલાકોમાં જ પૂર્ણ કર્યું 100 ટકા તરુણોનું વેક્સિનેશન

By

Published : Jan 4, 2022, 8:56 PM IST

વડોદરા: વડોદરા તાલુકાના નાનકડા અલ્હાદપૂરા (alhadpur village vadodara) ગામે 15થી 18 વર્ષના તરુણોને કોરોના રસી (Adolescent Vaccination In Gujarat)થી સુરક્ષિત કરવામાં મોટી સિદ્ધિ મેળવી છે. આ ગામમાં કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (kelanpur primary health center) દ્વારા આજ સવારથી તરુણોને રસીમૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બપોરના 3 વાગ્યા સુધીમાં શાળાઓમાં ભણતા અને શાળા બહાર હોય તેવા, આ ગામના રસી મેળવવાને પાત્ર તમામ 48 તરુણોને રસી આપીને પહેલા ડોઝનું 100 ટકા રસીકરણ પૂરું કરી અન્ય ગામોને પ્રેરણા આપી છે.

100 ટકા તરુણોનું રસીકરણ કરનારું જિલ્લાનું પ્રથમ ગામ

અલ્હાદપૂરા તરુણ રસીકરણ 100 ટકા પૂરું કર્યું હોય તેવું વડોદરા જિલ્લા (Adolescent Vaccination In Vadodara)નું પ્રથમ ગામ છે. આરોગ્ય તંત્રને આ ઉજ્જવળ સિદ્ધિ મેળવવામાં આ ગામમાં સામાજિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા ESR ફાઉન્ડેશનનો સહયોગ મળ્યો હતો. આરોગ્ય તંત્રના સર્વે ઉપરાંત આ સંસ્થાએ લગભગ 2 દિવસ પહેલાથી શાળાએ જતા અને શાળા બહારના રસી લેવાને પાત્ર તરુણોનો સર્વે કર્યો હતો અને ગામના પ્રત્યેક ઘરના વડીલોનો સંપર્ક કરીને, સંતાનોને અચૂક રસી (Corona Vaccination In Gujarat) મૂકાવવા સંમત કર્યા હતા.

બંને ડોઝના 100 ટકા રસીકરણની ઉજ્જવળ સિદ્ધિ ગામે મેળવી છે

નોંધપાત્ર વાત એ છે કે, અલ્હાદપૂરા પહેલા ડોઝનું રસીકરણ પૂરું કરનારું જિલ્લાનું પહેલું ગામ હતું. તે પછી 18થી 44, 45થી 59 અને 60+ની શ્રેણીઓમાં રસી લેવાને પાત્ર તમામ ગ્રામજનોના બંને ડોઝના 100 ટકા રસીકરણની ઉજ્જવળ સિદ્ધિ પણ આ ગામને મળી છે. હવે પહેલા જ દિવસે ગામના તમામ તરુણોને રસી આપી સુરક્ષિત કરીને આ ગામે એક નવી દિશા ચીંધી છે. આ ગામના કોઈપણ ઘરમાં જઈને માંગો તો રસી લેવાને પાત્ર ઘરના પ્રત્યેક સભ્યનું રસીના બંને ડોઝ લીધાનું પ્રમાણપત્ર (vaccination certificate gujarat) તેઓ ગર્વથી બતાવી શકે છે.

પહેલા જ દિવસે ગામના તમામ તરુણોને રસી આપી સુરક્ષિત કરીને આ ગામે એક નવી દિશા ચીંધી છે.

આ પણ વાંચો:Corona Vaccination for Children: મોરબીમાં 15 હજાર બાળકોને રસી સુરક્ષાકવચ અભિયાન શરૂ

તરુણોનો ડર દૂર થાય તે માટે સમજાવ્યા હતા

વડીલો ઉપરાંત રસી લેવાને પાત્ર તરુણોને સમજાવીને તેમનો ડર નિવારવાની સાથે તેમનામાં આત્મવિશ્વાસનો સંચાર કરવામાં આવ્યો હતો તેના પરિણામે આ સફળતા મળી છે. શાળામાં શિક્ષણ લેતાં હોય તે ઉપરાંત શિક્ષણ ન લેતાં હોય તેવા તરુણોને યાદીમાં કાળજીપૂર્વક સમાવેશ કર્યો. ગ્રામજનો અને સેવા સંસ્થાઓનો સહયોગ મળે તો આરોગ્યના અભિયાનો સરળતાથી સાકાર થાય એવો વિશ્વાસ હતો. સરકારે કોરોના સામે લોકોને સુરક્ષિત રાખવા રસી મૂકવાનું વ્યાપક અભિયાન (Covid 19 vaccination in India) ઉપાડ્યું છે. વિનામૂલ્યે રસી આપવામાં આવી રહી છે. આખું આરોગ્ય તંત્ર પરિશ્રમ કરી રહ્યું છે, ત્યારે અલ્હાદપૂરા જેવી સમજદારી બધા ગામોમાં કેળવાય અને સંસ્થાઓનો સહયોગ મળે તો 100 ટકા રસીકરણ નક્કર વાસ્તવિકતા બની શકે છે.

આ પણ વાંચો:Child Vaccination In Gujarat: બનાસકાંઠામાં કિશોરો માટે રસીકરણ શરૂ, રસી લીધા બાદ સામે આવી વિદ્યાર્થિનીઓની પ્રતિક્રિયા

ABOUT THE AUTHOR

...view details