ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં સર્જાયા ભાવુક દ્રશ્યો, ટિકિટ નહીં મળતાં કાર્યકર ચોધાર આંસુએ રડ્યાં

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપે પોતાના તમામ ઉમેદવારના નામ જાહેર કરી દીધાં છે. આ નામમાં આ વર્ષે ઘણા નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. જેથી રાજ્યના વિવિધ શહેરોમાં ભાજપના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આવો જ રોષ વડોદરાના મહિલા કાર્યકર મીના રાણામાં જોવા મળ્યો છે. મીના રાણાને ટિકિટ નહીં મળતાં, તે ભાજપ કાર્યાલય પહોંચ્યાં હતા અને ચોધાર આંસુએ રડ્યાં હતાં.

ટિકિટ નહીં મળતાં કાર્યકર ચોધાર આંસુએ રડ્યાં
ટિકિટ નહીં મળતાં કાર્યકર ચોધાર આંસુએ રડ્યાં

By

Published : Feb 5, 2021, 8:41 PM IST

  • મહિલા કાર્યકર ભાજપ કાર્યાલય ખાતે ચોધાર આંસુએ રડ્યાં
  • કહ્યું પાર્ટી ટિકિટ આપતી નથી
  • ભાજપને વરિષ્ઠ નેતા પર ટિકિટ કાપવાનો લગાવ્યો આરોપ

વડોદરાઃ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપે પોતાના તમામ ઉમેદવારના નામ જાહેર કરી દીધાં છે. આ નામમાં આ વર્ષે ઘણા નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. જેથી રાજ્યના વિવિધ શહેરોમાં ભાજપના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આવો જ રોષ વડોદરાના મહિલા કાર્યકર મીના રાણામાં જોવા મળ્યો છે. મીના રાણાને ટિકિટ નહીં મળતાં, તે ભાજપ કાર્યાલય પહોંચ્યાં હતા અને ચોધાર આંસુએ રડ્યાં હતાં. જેથી કાર્યાલયમાં ભાવુક દ્રશ્યો સર્જાયાં હતાં.

ટિકિટ નહીં મળતાં કાર્યકર ચોધાર આંસુએ રડ્યાં

ભાજપના વરિષ્ઠ નેતા પર લગાવ્યો આક્ષેપ

મીના રાણાએ પોતાની નારાજગી વ્યક્ત કરતાં ભાજપના વરિષ્ઠ નેતા પર આક્ષેપ મૂક્યો છે. તેમણે કહ્યું કે, વડોદરામાં આ નેતાનું જ ચાલે છે અને મારી ટિકિટ પણ તેમણે જ કપાવી છે.

શહેરમાં ભાજપનો વિરોધ

વડોદરાના વોર્ડ નંબર 1, 16, 17 અને 18ના સક્રિય કાર્યકરોને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી નથી. જેથી શહેરમાં ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ જોતા લાગી રહ્યું છે કે, ભાજપનું મિશન-76 નિષ્ફળ નિવળશે.

મીના રાણા ભાજપ પક્ષમાં કામ નહીં કરે

ETV BHARAT સાથેની વાચતીચમાં મીના રાણાએ જણાવ્યું હતું કે, તે મતદાન કરવા જશે, પરંતુ ભાજપને મત આપશે નહીં. વધુમાં તેમણે શિક્ષણ સમિતિમાં હોદ્દો આપવાની રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃટિકિટની વહેંચણીને ભાજપમાં વિવાદ, રાજ્યના વિવિધ શહેરોમાં કાર્યકરોમાં ભડકો

ABOUT THE AUTHOR

...view details