ગુજરાત

gujarat

ETV Bharat / city

પીએમ મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવાદીત પોસ્ટ કરનાર આચાર્યની ઘરપકડ - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડોદરામાં પીએમ મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવાદીત પોસ્ટ કરનાર સેજકુવા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આચાર્યની ધરકપડ કરી વઘુ તપાસ હાથ ધરી છે.

vadodara
vadodara

By

Published : Apr 6, 2020, 5:23 PM IST

વડોદરાઃ પાદરા તાલુકાના સેજકુવા ગામના વોટ્સએપ ગ્રુપમાં પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ અને કોમેન્ટ કરનાર સેજાકુવા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આચાર્ય નૂરમહમદ મલેકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાદરાના માજી પ્રમુખે આચાર્ય સામે ફરિયાદ નોંધાવી હતી.

સેજાકુવા ગામમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય દ્વારા આચાર્યોના વોટ્સએપ ગ્રુપમાં છેલ્લા ઘણા દિવસોથી પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરીને વિવાદિત પોસ્ટ મૂકી કોમેન્ટ કરતા હતા. કોરોનાની મહામારી અંગે પણ ભ્રમિત કરીને મીડિયાને વાઈરસ ગણાવીને વિવાદિત પોસ્ટ વારંવાર મૂકતા હતા.

આ બાબત પાદરાના માજી ભાજપ પ્રમુખને ધ્યાને આવતા તેમણે સેજાકુવાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા નૂરમહમદ ઈબ્રાહિમ મલેક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ પોલીસે આચાર્યની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details