વડોદરાઃ શહેરમાં લોકડાઉનના પગલે સયાજીગંજ પોલીસ વ્યસ્ત હતી. ત્યારે પોલીસે આરોપીએ પોતાના સહયોગીના સહારે સયાજીગંજ પોલીસ સ્ટેશનમા ચહેરા નિશાન લેતી વખતે લેડીઝ પોલીસ કોન્સ્ટબલ દ્વારા આરોપીનો ફોટો પાડવાની કામગીરી દરમિયાન આરોપીના સહયોગી દ્વારા ટિકટોક વીડિયો બનાવ્યો હતો. આમાં આરોપી વિવિધ અદાઓમાં વીડિયોમાં નજરે પડે છે.
વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આરોપીનો ટીક્ટોક વીડિયો વાઇરલ, 2 શખ્સની ધરપકડ
વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આરોપીનો ટીક્ટોક વીડિયો વાઇરલ થયો હતો. આ વાઇરલ વીડિયોને લઈને હરકતમાં આવેલા સયાજીગંજ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.
આરોપી લોકઅપની બાજુમાં દાદરા પર બેસી બૂટની દોરી બાંધી પોલીસ સ્ટેશનની બહાર રૂમાલથી પોતાના મોઢે બાંધીને નીકળતો વીડિયો વાયરલ થયો હતો. વાઇરલ વીડિયોને લઈ સયાજીગંજ પોલીસે વીડિયો બનાવનારની શોધખોળ હાથ ધરી છે. બે આરોપીની પોલીસે રાત્રે ધરપકડ કરી વધુ તપાસ હાથધરી હતી. જેમાં એક આરોપીની સયાજીગંજ પોલીસે ગુનાના કામનો આરોપી તથા બીજો આરોપી ટીકટોક વીડિયો બનાવનારની સયાજીગંજ પોલીસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 65(ઈ) મુજબ સલમાનખાન પઠાણ, પરશુરામ ભઠ્ઠો અને મહંમદ આરિફ સલીમ શેખ બન્ને આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બને આરોપીને સયાજીગંજ પોલીસે 16 મેના લોકડાઉન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન પોલીસ વ્યસ્ત હતી તે દરમિયાન આરોપી સલમાન બશીર ખાન પઠાણે આ ટિકટોક વીડીયો બનાવ્યો હતો.