- રાજ્યમાં ધાડપાડુંઓ સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધાવાની પ્રથમ ઘટના બની
- આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે વધુ 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા
- આ જ ટોળકીના આગાઉ 7 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા
વડોદરા: ગુજસીટોક ધારા (Gujctoc Act) હેઠળ ધરપકડ કરાયેલા ખજૂરીયા ગેંગના (Khajuria gang) ત્રણ આરોપીના 15 નવેમ્બર 11 વાગ્યા સુધી 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં હોવાથી સોમવારે દાહોદ પોલીસ એમને લઇને 10 વાગ્યે કોર્ટમાં આવી પહોંચી હતી. દાહોદ પોલીસે ખજૂરીયા ગામના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા. ધાડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપી વિરુદ્ધ ગુજસીટોક ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કોર્ટ દ્વારા ખજૂરીયા ગેંગના 15 નવેમ્બર 11 વાગ્યા સુધી 7 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા. જેમાં સોમવારે વધુ 5 દિવસના રિમાન્ડ (Five days remand) મંજુર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કડકડતી ઠંડીમાં શરદી સહિતના રોગોથી બચાવતા ડો. માધવી પટેલના ઘરગથ્થુ ઉપાયો
રિમાન્ડ પુરા થતા વધુ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાયા હતા