વડોદરા- વડોદરાના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામ પાસે મોડીરાતે એક કારચાલકે બે વાહનચાલકોને અડફેટે (Accident in Vadodara) લઇ લીધાં હતાં. આ અકસ્માતમાં ટુ વ્હીલર પર જતા ત્રણ વ્યક્તિઓના મોત (Three Died By Accident in Vadodara ) થયાં છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજા થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત પછી કાર છોડીને ભાગી ગયેલા કારચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
કારે ટુવ્હીલરને મારી ટક્કર- બાજવા ખાતે રહેતા કમલેશ રમેશભાઈ ઠાકોર પોતાની સાસરીમાં જરોદ ગામે આવ્યાં હતાં. તેઓને કંપનીના કામે રાજસ્થાનના કોટા ખાતે જવાનું હોઈ પોતાનું ટુ વ્હીલર લઈ વડોદરા રેલવે સ્ટેશન ખાતે જઈ રહ્યાં હતાં. તે દરમિયાન વડોદરાના કોટંબી ગામ પાસે એક કારચાલકે ગફલતભરી રીતે કાર ચલાવી કમલેશભાઈને ટુ વ્હીલરને ટક્કર (Accident in Vadodara) મારતાં તેઓ પડી ગયાં હતાં અને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી.
આ પણ વાંચોઃ Car Driver hit Woman in Surat: સુરતમાં વહેલી સવારે વોકિંગ પર ગયેલી મહિલાને કારે ટક્કર મારતાં મોત