- શહેરમાં પીવાના પાણી, રોડ રસ્તા સહિતની અનેક સમસ્યાઓ હાલ પણ યથાવત
- ગોરવા ITI રોડ પર આવેલા રિદ્ધી–સિદ્ધી મંદિર પાસેની ઘટના
- રાત્રે નોકરી પર જતી વેળાએ સર્જાયો અકસ્માત
વડોદરાઃ કેન્દ્ર સરકાર દ્વારા શહેરોનો વિક્સાવવા માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ લાગુ કર્યો હતો. રાજ્યમાં વડોદરા મળીને કુલ 4 શહેરોને સ્માર્ટ સિટીમાં સમાવવામાં આવ્યાં છે, પરંતુ સ્થાનિક કક્ષાએ જે પ્રકારે વહીવટ થઇ રહ્યો છે તે તંત્ર ઓવર સ્માર્ટ હોવા તરફ ઇશારો કરે છે. ગત રાત્રીએ હાઇટેન્શન રોડ પર ગટરનું ઢાંકણું બંધ નહીં કર્યું હોવાને કારણે બાઇક સ્લિપ થઇ હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અગાઉ પાલિકા તંત્રના ગેરવહીવટના અનેક ઉદાહરણો સામે આવી ચુક્યાં છે. સમગ્ર શહેર પર જેણે દેખરેખ રાખવાની જવાબદારી છે તેવા મેયરના વોર્ડમાં જ તંત્રની બેદરકારી સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચોઃ સુરતમાં ખરાબ રસ્તાઓના કારણે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત
પાલિકા તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકે જીવ ગુમાવ્યો
વડોદરા સહિત અનેક શહેરોને ટેકનોલોજીના ઉપયોગથી વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સમાવવામાં આવ્યા છે. કેટલીક હદ સુધી શહેરના વહીવટી તંત્રમાં ટેકનોલોજીનો સફળતા પુર્વક થઇ પણ રહ્યો છે, પરંતુ તેની સામે સ્થાનિક વહીવટી તંત્રનો ગેરવહીવટ પણ સામે આવતો હોય છે. શહેરમાં પીવાના પાણી, રોડ રસ્તા સહિતની અનેક સમસ્યાઓ હાલ પણ યથાવત છે. તેવા સમયે પાલિકા તંત્રની બેદરકારી વધુ એક વખત છતી કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે પાલિકા તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકે જીવ ગુમાવ્યો છે.