વડોદરા: લોકડાઉનમાં વડોદરા શહેરના વી.આઇ.પી. રોડ એલ.એન્ડ સર્કલ પાસે ટેમ્પો ટ્રાવેલર્સ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
લોકડાઉન વચ્ચે વડોદરામાં ત્રિપલ અકસ્માત, બાઇક ચાલકનું મોત - વદોડરા ન્યૂઝ
વડોદરામાં લોકડાઉનમાં શહેરના વી.આઇ.પી. રોડ એલ. એન્ડ સર્કલ પાસે ટેમ્પો ટ્રાવેલર્સ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું.
vadodara
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ આક્ષેપ કર્યો હતો કે, લોકડાઉનનો અમલ થતો નથી. એ આ અકસ્માત પુરાવો છે. વડોદરા શહેરના ખુલ્લા માર્ગો ઉપર ટુ-વ્હિલર અને ફોર વ્હિલર ચાલકે બેફામ ગાડીઓ ચલાવી રહી છે. આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા એક સાઇડનો રોડ બંધ કર્યો હતો.અપ એન્ડ ડાઉન વાહનો એક જ માર્ગ દોડતા હોવાથી અકસ્માતનો આ બનાવ બન્યો છે. જો બંને બાજુનો રોડ ચાલુ હોત તો કદાચ આ યુવાનને અકસ્માત નડ્યો ન હોત.