વડોદરામહાનગરપાલિકાની (Vadodara Municipal Corporation) દબાણ શાખાની ટીમ છાણી ખાતે ખાનગી પાર્ટી પ્લોટનું દબાણ તોડવા પહોંચી હતી. તે દરમિયાન આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Protest) મોટી સંખ્યામાં સમર્થકો પહોંચી આ દબાણ રાજકીય નેતાઓના ઈશારે તોડવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
સંવાદ કાર્યક્રમ પાર્ટી પ્લોટના સ્થળે દબાણ શાખા પહોંચી શું બોલ્યા ચઢ્ઢાઃઆ મામલે રાજકોટની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, ભાજપ ડરી ગયેલી પાર્ટી છે. પણ ગુજરાતની પ્રજા આવી કોઈ વસ્તુઓ સ્વીકારશે નહીં. કોઈ જાણકારી વગર ડિપાર્ટમેન્ટને મોકલીને અરવિંદ કાકાની ઈમારત તોડવા ભાજપે પૂરી તાકાત લગાવી દીધી. આવું કોંગ્રેસ સાથે થયું નથી. રાહુલ ગાંધીએ કોઈ ઈમારતમાં મિટિંગ કરી હોય તો એ ઈમારત ભાજપે તોડી નથી. આજે આ બુલ્ડોઝર મોકલીને તળ કક્ષાની રાજનીતિ ભાજપે કરી છે. ભાજપ ખરેખર ડરી ગયેલો પક્ષ થઈ ગયો છે. આ બદલે લેવાની વૃતિ છે. ક્યારેય ઈમારત સામે બદલો થોડી લેવાનો હોય. કાલે ભાજપ અહીં આવીને હોલને પણ તોડી પાડશે. ગુજરાતના લોકો શું આ સ્વીકારશે. આવી રાજનીતિ કોઈ ગુજરાતી સહન કરે ખરા?
મનપાની ટીમ પર પહોંચી થોડાક દિવસ અગાઉ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) આ જ જગ્યા પર વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આખરે પાર્ટી પ્લોટ માલિકની નોટિસ માગણી અને આમ આદમી પાર્ટીના ભારે વિરોધ બાદ (Aam Aadmi Party Protest) દબાણ શાખાની ટીમ પરત (Vadodara Municipal Corporation) ફરી હતી.
છાણીના પાર્ટી પ્લોટની ઘટના શહેરના છાણી ખાતે આવેલ ખાનગી પાર્ટી પ્લોટમાં દબાણ શાખાની ટીમ પહોંચી હતી. કોઈ પણ નોટિસ આપ્યા વગર પાર્ટી પ્લોટના પાછળના ભાગમાં આવેલા કાચા દબાણ તોડવા આ ટીમ આવી હતી. જોકે, અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તે દરમિયાન આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ (Aam Aadmi Party Protest)પણ કર્યો હતો. તો અહીં પ્લોટના માલિક આવી જતાં સમગ્ર મામલો શાંત (Vadodara Municipal Corporation news) થયો હતો.
પાર્ટી પ્લોટના માલિકે શું કહ્યુંઆ અંગે ખાનગી પાર્ટી પ્લોટના સંચાલકે જણાવ્યું હતું કે, આ પાર્ટી પ્લોટ પર અનેક રાજકીય પાર્ટીઓએ કાર્યક્રમ કર્યા છે. આ પ્લોટમાં દબાણ બાબતે કોઈ પણ નોટિસ આપવામાં આવી નથી. જો અમારે દબાણ હશે તો અમે જાતે જ હટાવી લઈશું તેવી બાંહેધરી આપી હતી, પરંતુ આમ આદમી પાર્ટીના સંવાદ કાર્યક્રમ (Delhi CM Arvind Kejriwal) પછી આ પ્રકારની કાર્યવાહીમાં ક્યાંક ને ક્યાંક રાજકીય સ્ટંટ હોઈ શકે છે તેવું જણાવ્યું હતું. આખરે સમગ્ર મામલે હાલમાં પાર્ટી પ્લોટ નું દબાણ ટીમ દ્વારા તોડ્યા વિનાજ પરત ફરી હતી.