- આમ આદમી પાર્ટીએ 43 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા
- કાલાઘોડા પંચમુખી હનુમાનજીના મંદિરે દર્શન કરીને રોડ શો શરુ કર્યો
- દિલ્હીની સાંસદ આતિષી સિંહે પત્રકાર પરિષદ યોજી
આમ આદમી પાર્ટીનો પ્રચાર પૂરજોશમાં, વડોદરામાં યોજ્યો રોડ શો - amit shah
મહાનગરપાલિકાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીએ વડોદરામાં દિલ્હીની સાંસદ આતિષી સિંહની પત્રકાર પરિષદ બાદ રોડ શો યોજ્યો હતો.
વડોદરા: આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ પાલિકાની ચૂંટણી છે. ત્યારે અલગ-અલગ પક્ષના પ્રચારકો વડોદરામાં જાહેર સભા અને રોડ શૉ કરશે. રવિવારે ભાજપના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં જાહેર સભા ગજવી હતી, પરંતુ કમનસીબે નાજુક સ્વાસ્થ્યને કારણે સંબોધન દરમ્યાન ઢળી પડ્યા હતા. તેના જ એક દિવસ પહેલા દિલ્હીની સાંસદ આતિષી સિંહે પત્રકાર પરિષદ યોજી હતી અને આક્ષેપો કરી કહ્યુ હતું કે, શાસક અને વિપક્ષ બંને એક જ હોવાથી બધા નાગરિકો આમ આદમી પાર્ટીને મત આપશે. વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીએ 43 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.