- વડોદરાની ઐતિહાસિક શુક્રવારી બજાર બંધ
- હજારો શ્રમજીવીઓ આર્થિક ભીંસમાં સપડાયા
- આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવી બજાર શરૂ કરવા માંગ કરી
વડોદરાઃ એકતરફ કોરોનાની સરકારી ગાઇડ લાઇન મુજબ નાના મોટા રોજગાર ધંધા અને વ્યાપાર શરૂ કરવાની અનુમતિ રાજ્ય સરકારે આપી દીધી છે. પરંતુ જે ગરીબવર્ગ અઠવાડિયામાં એકદિવસ એટલે કે, શુક્રવારે જૂના કપડાં તથા ચીજવસ્તુઓ વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર છે, તેવા લોકોને શા માટે ધંધો નથી કરવા દેવામાં આવતો ?
વડોદરામાં શુક્રવારી બજાર ફરી શરૂ કરવા આમ આદમી પાર્ટીએ કરી માંગ મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ
વડસર ખાતે જ્યાં શાકભાજીના ફેરિયાઓ, પાથરણવાળાઓને, લારીવાળાઓને હટાવી નવીન રૈનબસેરા બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. જેને કારણે શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અહીંના લોકોને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તથા નવીન રૈનબસેરાની જગ્યાએ જે નજીકમાં જ રૈનબસેરા છે તથા અન્ય સ્થળોએ રૈનબસેરા છે. તેને રિનોવેટ કરી સુવિધાઓ આપવામાં આવે તેવી આ મુદ્દે રજૂઆત સોમવારે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા કરવામાં આવી હતી.
મ્યુનિ. કમિશ્નર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પ્રતિમા પટેલ તથા શહેર પ્રભારી ભાવેશ લોખીલની આગેવાની હેઠળ મ્યુનિ. કમિશ્નર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ તંત્ર દ્વારા કોરોનાની ગાઇડલાઇન મુજબ શુક્રવારી બજાર શરૂ કરવાની અનુમતિ આપવામાં આવે તેવી માંગ કરી હતી.