ગુજરાત

gujarat

By

Published : Dec 3, 2021, 7:25 AM IST

ETV Bharat / city

Vadodara district supply system: વડોદરા જીલ્લા પુરવઠા તંત્ર દ્વારા રેશન કાર્ડમાં આધાર કાર્ડ સિડિંગ કરવાની કામગીરી શરૂ

ગુજરાત રાજ્ય સરકારના 100 દિવસની કામગીરીના ભાગરૂપે જીલ્લા પુરવઠા તંત્ર દ્વારા વડોદરા શહેર-જીલ્લામાં (Vadodara district supply system) દરેક રેશન કાર્ડમાં આધાર કાર્ડ સિડિંગ (Aadhaar Card Seeding In Ration Card) કરવાની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી છે, જેથી NFSA કાર્ડ ધારકોને તેમનો મળવાપાત્ર જથ્થો આધારિત ઓથેન્ટિકેશનથી મળી શકે.

Vadodara district supply system: વડોદરા જીલ્લા પુરવઠા તંત્ર દ્વારા રેશન કાર્ડમાં આધાર કાર્ડ સિડિંગ કરવાની કામગીરી શરૂ
Vadodara district supply system: વડોદરા જીલ્લા પુરવઠા તંત્ર દ્વારા રેશન કાર્ડમાં આધાર કાર્ડ સિડિંગ કરવાની કામગીરી શરૂ

  • સરકારના 100 દિવસની કામગીરીના ભાગરૂપે પ્રજાલક્ષી ઝુંબેશ
  • પુરવઠા તંત્ર દ્વારારેશન કાર્ડમાં આધાર કાર્ડ સિડિંગ કરવાની કામગીરી શરૂ કરાઈ
  • દરેક રેશનકાર્ડ ધારકે પરિવારના સભ્યોના નામ લિંક કરાવી લેવા અનુરોધ

વડોદરા: વડોદરા શહેર-જિલ્લામાં (Vadodara District Supply System) દરેક રેશનકાર્ડ ધારકોને પોતાના કુટુંબના તમામ વ્યક્તિઓના નામ રેશનકાર્ડમાં (Aadhaar Card Seeding In Ration Card) છે કે કેમ તે તપાસી પરિવારના તમામ વ્યક્તિઓના આધારકાર્ડ બેંકની વિગતો અને કાયમી મોબાઇલ નંબરની વિગતો આપના વિસ્તારની મામલતદાર ઝોનલ કચેરીમાં તાત્કાલિક જમા કરાવી લીંક કરાવે જેથી NFSA કાર્ડ ધારકોને તેમનો મળવાપાત્ર જથ્થો આધારિત ઓથેન્ટિકેશનથી મળી શકે અને ભવિષ્યમાં કોઇ પણ સહાય મળવાની થાય તો પણ મળી શકે.

Vadodara district supply system: વડોદરા જીલ્લા પુરવઠા તંત્ર દ્વારા રેશન કાર્ડમાં આધાર કાર્ડ સિડિંગ કરવાની કામગીરી શરૂ

આ પણ વાંચો:100 ટકા 'નલ સે જલ' મેળવનારો છઠ્ઠો જિલ્લો બન્યો વડોદરા, કરોડો રૂપિયાના કામોનું CMએ કર્યું લોકાર્પણ

વડોદરા શહેર સહિત જિલ્લાના તમામ ગામોમાં કામગીરી શરૂ

આપના રેશનકાર્ડમાં કોઈનું નામ ભૂલથી ચાલતું હોય તો પણ ખબર પડી શકે છે. આપના નામે અન્ય કોઈ વ્યક્તિ લાભના લઈ જાય તે માટે આપનો એક કાયમી મોબાઈલ નંબર આપના આધારકાર્ડ, બેન્ક એકાઉન્ટ, પાનકાર્ડ અને રેશન કાર્ડ સાથે સિડિંગ કરાવવું. બધે જ એક સમાન સ્પેલિંગ, જોડણી કરાવવી જેથી એક સાથે લિંક કરીને સરકારના તમામ લાભો યોગ્ય રીતે મેળવી શકાય. વડોદરા શહેર સહિત જિલ્લાના તમામ ગામોમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આધારકાર્ડ સિડિંગ થયેલ ન હોય તેવા ધારકોને તાત્કાલિક લિંક કરાવવા વિનંતી

વડોદરા જીલ્લા પુરવઠા અધિકારી શૈલેષ ગોકલાનીએ વ્યાજબી ભાવની દુકાનો ઉપરથી NFSA યોજના (NFSA Yojana) હેઠળ અનાજ વગેરે બાબતોનો જથ્થો મેળવતા તમામ રેશનકાર્ડ ધારકોના આધારકાર્ડ રેશનકાર્ડ સાથે સિડિંગ કરવાની કામગીરી આરંભી છે. વડોદરા જિલ્લામાં 2,44,250 રેશનકાર્ડ ધારકો છે, જેને NFSA હેઠળ અનાજ મળી રહે છે, જે પૈકીના 2,43,600 એટલે કે 99.73 ટકા રેશન કાર્ડમાં આધાર કાર્ડ સિડિંગ થયેલું છે, પરંતુ તેમાં કુટુંબના તમામ વ્યક્તિઓના આધાર કાર્ડ સિડિંગ થયેલા નથી.

આ પણ વાંચો:નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવે ખાતે 'વેલી ઓફ વર્ડ્સ' સાહિત્ય મહોત્સવનું આયોજન

વડોદરા જિલ્લાની કુલ 12,30,294 વ્યક્તિઓ રેશનકાર્ડમાં NFSAનો લાભ લે છે

વડોદરા જિલ્લાની કુલ 12,30,294 વ્યક્તિઓ રેશનકાર્ડમાં NFSAનો લાભ લે છે. તે પૈકી 11,97,702 એટલે કે 97.35 ટકા લોકોના આધાર કાર્ડ વ્યક્તિગત રીતે સિડિંગ થયેલા છે, અને જે 32,592 વ્યક્તિઓના આધારકાર્ડ સિડિંગ થયેલા નથી, તે તમામને વિનંતી કરવામાં આવે છે કે, તાત્કાલિક અસરથી પોતાનુ આધારકાર્ડ, બેંક એકાઉન્ટની વિગતો અને પોતાનો કાયમી મોબાઈલ નંબર નજીકની પુરવઠા અથવા તો કોઈ પણ ઝોનલ તેમજ મામલતદારની કચેરીમાં રજૂ કરવામાં આવે તો તેઓના રેશન કાર્ડ સાથે સાચી વ્યક્તિના સાચા આધાર કાર્ડ લિન્ક કરી શકાય જેથી યોગ્ય વ્યક્તિઓને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી આધાર આધારિત વિતરણ કરી શકાય તેમ જિલ્લા પુરવઠા અધિકારી શૈલેષભાઈ ગોકલાની એ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details