ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં નર્મદાભુવનના બીજા માળેથી યુવકે કર્યો આપધાત - Narmadabhuvan in Vadodara

વડોદરા શહેરમાં નર્મદાભુવનના બીજા માળેથી યુવકે આપધાત કરતા ચકચાર મચી છે. સમગ્ર મામલે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Vadodara
Vadodara

By

Published : Oct 12, 2020, 12:27 PM IST

વડોદરા: શહેરમાં એક યુવકે નર્મદા ભુવનના બીજા માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું. વહેલી સવારે રોહિત શાહે પોલીસ કંટ્રોલ રૂમમાં આપઘાત કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. શહેર નજીક છાણી ગામમાં રહેતાં 65 વર્ષીય રોહિત શાહ સ્ટેમ્પ વેંન્ડર હતા.

આ પણ વાંચો : વડોદરાના આજવારોડ પર રહેતા યુવકનો ગળેફાંસો ખાઇ આપધાત

જોકે પોલીસે તેમને બચાવના પગલાં ભરે તે પહેલાં રોહિત શાહે મોંતની છલાંગ લગાવી હતી. આ સમગ્ર બનાવ ને પગલે રાવપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ એસેસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આપધાત કરવાનું ચોક્કસ કારણ જાણવા આગળની તપાસ હાથધરી છે.

આ પણ વાંચો : સુરતમાં બે બાળકોની માતાએ કરી આત્મહત્યા, કારણ અકબંધ

ABOUT THE AUTHOR

...view details