ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં IT કંપનીમાં કામ કરતી યુવતીએ ગળે ફાંસો ખાધો - પંખો

ઈસ શહર કો યે હુઆ ક્યા હૈ.... જેવો ઘાટ વડોદરામાં જોવા મળ્યો છે. વડોદરામાં અકોટા ગાર્ડન સામેના એપાર્ટમેન્ટમાં 24 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. યુવતી IT કંપનીમાં HR તરીકે નોકરી કરતી હતી. યુવતીના આત્મહત્યા મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

વડોદરામાં IT કંપનીમાં કામ કરતી યુવતીએ ગળે ફાંસો ખાધો
વડોદરામાં IT કંપનીમાં કામ કરતી યુવતીએ ગળે ફાંસો ખાધો

By

Published : Nov 5, 2020, 3:43 PM IST

  • IT કંપનીમાં નોકરી કરતી 24 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી
  • અમદાવાદની યુવતી વડોદરાના અકોટમાં ફ્લેટમાં ભાડે રહેતી હતી
  • HR મેનેજર તરીકે IT કંપનીમાં ફરજ અદા કરતી હતી

વડોદરાઃ અકોટા ગાર્ડન સામે સન સ્ટોન ફ્લેટના 301 નંબરનો ફ્લેટ બુધવારે રાત્રિ બાદ બંધ હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં કંટ્રોલરૂમ દ્વારા ફાયર બ્રિગેડ તેમ જ ગોત્રી પોલીસને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ફ્લેટ પર પહોંચી હતી. ફાયરબ્રિગેડના સ્ટાફે ફ્લેટની ગેલેરીમાં પહોંચી તપાસ કરતા અંદર રહેતી યુવતી દીપિકા મગનભાઈ રાજપૂત ગળે ફાંસો ખાધેલી હાલતમાં જણાઈ હતી.

તબિયત લથડતા 12 વાગ્યે ઘરે આવી હોવાનું CCTVમાં ફલિત થયું

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૂળ અમદાવાદની યુવતી ફ્લેટમાં ભાડેથી રહેતી હતી. પોલીસે ફ્લેટના CCTV કેમેરા ચેક કરતાં જાણવા મળ્યું હતું કે, રાત્રે 12 વાગે ફ્લેટ પર આવ્યા બાદ દીપિકા બહાર નીકળી જ નથી. દીપિકા રાત્રે બહારથી આવ્યા બાદ પહેરેલા કપડે જ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલા દીપિકાએ દિવાળીપુરા વિસ્તારની એક IT કંપની જોઈન કરી હતી. HR મેનેજર તરીકે નોકરી કરતી દીપિકાએ સન સ્ટોન ખાતે ત્રણ મહિના પહેલાં જ ફ્લેટ ભાડે રાખ્યો હતો. તેની રાત્રિ દરમિયાન ફરજ હોવાથી તે સવારે જ ઘરે આવતી હતી. બુધવારે રાત્રે તેમની તબિયત બગડતા રાત્રે જ ઘેર આવી ગઈ હતી. સવારે દીપિકાના ઘરે ઘરકામ કરતી મહિલા ફ્લેટમાં ગઈ હતી, પરંતુ ફ્લેટ ન ખૂલતા તે પરત જતી રહી હતી અને બાદમાં બપોરે દીપિકાના કેટલાંક મિત્રો ફ્લેટ પર ગયા હતા, ત્યારે પણ ફ્લેટ બંધ હતો. જેથી આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસેસજી હોસ્પિટલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details