- મોડેલ બનાવવાની લાલચ આપી યુવતી પર હોટલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યુ
- UPથી રજનીશ મિશ્રા અલગ-અલગ યુવતીના નામે ફેસબુક એકાઉન્ટ ખોલતો હતો
- યુવતીના ન્યૂડ ફોટા પાડી 50 હજારની ખડંણી માગતો હતો
વડોદરા: મોડેલ બનવવાની લાલચ આપી યુવતી પર વડોદરાની હોટેલમાં દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટના અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તરપ્રદેશ ખેરવાડી જેતપુરના રહેવાસી રજનીશ મિશ્રાએ ફેસબુક ઉપર અલગ-અલગ યુવતીના નામે એકાઉન્ટ ખોલી ફિલ્મમાં એક્ટિંગ અને મોડેલિંગના બહાને દિલ્હીની યુવતીને વડોદરા દાંડિયા બજારની રાજધાની હોટલમાં બોલાવી બિભત્સ ફોટા પાડી દુષ્કર્મ ગુજારી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી તેમજ રૂપિયા 50,000ની ખંડણી માગવાનો કિસ્સો બહાર આવ્યો છે જે અંગે દિલ્હીની યુવતીએ ફરિયાદ નોંધાવી છે.
પોર્ટફોલિયો તૈયાર કરવા રૂપિયા 15,000ની માંગણી
પીડિતાએ પોલીસના આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે તેમને આશીકા ત્રિપાઠી નામથી ફેસબુક રીકવેસ્ટ આવી હતી અને ત્યાર બાદ તેમને મોડલિંગની રૂચી વિશે પુછ્યું હતું. પીડિતાને પહેલેથી જ આ બાબતે રસી હોવાથી તેણે વાત આગળ વધારી હતી. આશિકાએ ધર્માં ફિલ્મ પ્રોડકશનના કાસ્ટિંગ ડાયરેક્ટરની ઓળખાણ આપી હતી. પીડિતીની સહમતી બાદ તેનો મોબાઇલ નંબર રાજ મિશ્રા નામના કોઈ વ્યક્તિને આપ્યો હતો. રાજ મિશ્રાએ પીડિતાને થોડા સમય પહેલા ફોન કરી જણાવ્યું હતું કે, જો તમને એક્ટિંગ અને મોડેલિંગમાં રસ હોય તો વડોદરા આવવું પડશે, પરંતુ તમારો પોર્ટફોલિયો તૈયાર કરવા રૂપિયા 15,000 આપવા પડશે.
એકાઉન્ટમાં રૂપિયા 13,000 જમા કરાવ્યા હતા
એકાઉન્ટમાં રૂપિયા 13,000 જમા કરાવ્યા હતા. ત્યારબાદ રાજ વર્માએ તારીખ 29 ફેબ્રૂઆરી 2020ના રોજ સવારે વડોદરાની એક હોટલમાં સવારે પહોંચી જવા જણાવ્યું હતુ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હોટલના મેનેજરને જઈને તમે મારૂં નામ આપજો અને તેઓ તમને જે રૂમની ચાવી આપે ત્યાં રોકાજો ત્યારબાદ તેઓ સવારે 9:30 વાગ્યે રૂમ પર આવ્યા હતા અને બીજા રૂપિયા 52,000ની માંગણી કરી હતી. તેમાંથી મે રૂપિયા 25,000 રાજ મિશ્રાને આપ્યા હતા.
આ પણ વાંચો:દમણ: 14 વર્ષની સગીરા સાથે થયું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, આરોપીની ધરપરડ