- યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો
- હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું
- માંજલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથધરી
વડોદરાઃ માંજલપુર વિસ્તાર સ્થિત હરિધામ ફ્લેટમાં રહેતો 18 વર્ષીય યુવાન અલવા નાકા પાસેના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યો હતો. તે દરમિયાન દીવાલ પડતા યુવાનને માથા અને નાકના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોડીરાત્રે મોત નિપજતા માંજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.
વડોદરામાં માંજલપુરમાં ક્રિકેટ રમતા યુવક પર દીવાલ પડતા થયુ મોત આ પણ વાંચોઃવડોદરામાં હિપ્નોટાઇઝ કરીને 6 તોલા સોનાનાં દાગીના લઇ ગઠિયો ફરાર
મેદાનની દીવાલ ધરાશયી થતા યુવાન દિવાલ નીચે દબાયો
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર સ્કૂલ પાછળ હરિધામ ફ્લેટમાં રહેતો 18 વર્ષીય પરેશ રમણભાઈ વસાવા સોમવારે ઘર નજીક આવેલા અલવાનાકા પાસેના ખુલ્લા મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. પરેશ મેદાનમાં ફિલ્ડિંગ ભરી રહ્યો હતો. તેવામાં અચાનક મેદાનની દીવાલ ધરાશયી થતા પરેશ દીવાલ નીચે દબાઈ જતા બુમરાણ મચાવતા તેના મિત્રો દોડી આવ્યા હતા. તેના માતા પિતાને આ અકસ્માત અંગેની જાણ કરી હતી.
આ પણ વાંચોઃવડોદરામાં ચાંપાનેર દરવાજા પાસે જ્વેલર્સની દુકાનમાં ચાકુની અણીએ લૂંટ
પરિવારજનો સહિત મિત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું
સર્જાયેલા અકસ્માતમાં પરેશને માથા અને નાકના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેના પરિવારજનો દ્વારા તુરંત 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક સાધી સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જે દરમિયાન ગતમોડી રાત્રે યુવાનનું મોત નિપજતા પરિવારજનો સહિત તેના મિત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા માંજલપુર પોલીસ મથકને જાણ કરાઈ હતી.જેથી પોલીસે સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચી મૃતક યુવાનનું પોસ્ટમોર્ટમ કરાવવા સાથે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.