ગુજરાત

gujarat

ETV Bharat / city

Commonwealth Games 2022: રાજ્યનો યુવાન કોમનવેલ્થ ગેમ્સમાં વધારી રહ્યો છે ગુજરાતનું ગૌરવ - Commonwealth Games 2022 Schedule

વડોદરાના યશ જયેશ ભાલાવાલા કોમનવેલ્થ ગેમ્સમાં ઈ સ્પોર્ટ્સ ટીમના (Commonwealth Games 2022) મેનેજર તરીકે બે ભારતીય ઈ સ્પોર્ટ્સ ટીમનું (Sports Manager by Vadodara) સંકલન કરી રહ્યો છે. આ ઉપરાંત, બર્મિંગહામમાં (Commonwealth Games in Gujarati) ચાલી રહેલા રમતમાં ભારતીય ખેલાડીઓના ઉજળા દેખાવની ચર્ચા સામે આવી છે.

Commonwealth Games 2022: રાજ્યનો યુવાન કોમનવેલ્થ ગેમ્સમાં વધારી રહ્યો છે ગુજરાતનું ગૌરવ
Commonwealth Games 2022: રાજ્યનો યુવાન કોમનવેલ્થ ગેમ્સમાં વધારી રહ્યો છે ગુજરાતનું ગૌરવ

By

Published : Aug 4, 2022, 2:22 PM IST

વડોદરા : ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં હાલમાં કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) ચાલી રહી છે. જેમાં ભારતીય ખેલાડીઓના સારા પ્રદર્શનની વાતો સામે આવી છે. ટેબલ ટેનિસ પુરુષ ટીમના વિજયમાં ગુજરાતના હરમીત દેસાઈનો (Commonwealth Games in Gujarati) સિંહ ફાળો રાજ્યને ગૌરવ અપાવી રહ્યો છે. જોકે વડોદરાનો યશ જયેશ ભાલાવાળા પણ ગુજરાતનું ગૌરવ વધારી રહ્યો છે.યશ જયેશ ભાલાવાળા ટીમ પ્રબંધક (Commonwealth Games 2022 Schedule) તરીકે ઉપસ્થિત છે.

આ પણ વાંચો :સુરતનો હિરો કોમનવેલ્થમાં ચમક્યો, હરમીત દેસાઈ બન્યો 'ગોલ્ડન બોય'

આ ગેમ્સની ભાગ્યે જ કોઈને ખ્યાલ છે - કોમનવેલ્થ ગેમ્સની મેદાની રમતોની ખૂબ ચર્ચા થઈ રહી છે, પરંતુ તેની સાથે ત્યાં કોમનવેલ્થ ઈ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઈ છે. જેની ભાગ્યે જ કોઈને ખબર છે. ઈ સ્પોર્ટ્સ એટલે મેદાની નહિ પણ ઇલેક્ટ્રોનિક્સ એટલે કે વિજાણુ જ્ઞાન આધારિત પ્લેટફોર્મ પર રમાતી રમત છે. જે બુદ્ધિની સાથે ચતુરાઈ અને ચપળતાની કસોટી કરે છે. આ અનોખી ચેમ્પિયનશિપમાં ભાગ લેવા વિવિધ દેશના ફેડરેશનોએ તેમની ટીમો મોકલી છે. જેમાં ઈ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની બે ટીમો હેઠળ 10 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. યશ આ ટીમો સાથે મેનેજર (Vadodara Yash Jayesh Bhalawala) કમ કોચ તરીકે જોડાયો છે.

આ પણ વાંચો :CWG 2022: જુડોમાં તુલિકા માનએ મહિલાઓની 78 Kg સ્પર્ધામાં મેળવ્યો સિલ્વર મેડલ

યશની ભૂમિકા - કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન એ ગ્લોબલ ઈ સ્પોર્ટ્સ ફેડરેશન સાથે એક્સપ્લોરેટરી પાર્ટનરશીપ કરી છે. જેના હેઠળ આ ચેમ્પિયનશીપ યોજાઈ છે. તેનો આશય આ પ્રકારના મેગા સ્પોર્ટ્સ આયોજનોમાં ઇ સ્પોર્ટ્સના સમાવેશની શક્યતાઓ ચકાસવાનો છે. યશ આમ તો બેડમિંટનનો ખેલાડી છે અને એન્જિનિયર થયા પછી એણે સ્પોર્ટ્સમાં MBA કર્યું છે. હાલમાં તે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની નવી દિલ્હી કચેરીમાં વહીવટી પદ પર કાર્યરત છે. આ ટેકનોલોજીના યુગની રમતોના વાતાવરણ નિર્માણમાં તે ખૂબ રસ લઈ રહ્યો છે. તેઓ ઈ સ્પોર્ટ્સ એસોસીએશન ઓફ ગુજરાતનો સેક્રેટરી છે અને ઈ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલો હોવાથી તેને ઉપરોક્ત ચેમ્પિયનશિપની સ્પર્ધક બે ભારતીય ટીમો રોકેટલીગ ગેમ પ્લે અને ડોટાના પ્રબંધકની જવાબદારી સોંપવામાં આવી છે. યશ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના યશસ્વી બેડ મિંટન કોચ જયેશ ભાળાવાલાના સુપુત્ર છે.

ABOUT THE AUTHOR

...view details