- સુરતની પરિણીતાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું
- પરીણિતાએ ફેસબુકમાં પાસવર્ડ તેણીનો મોબાઈલ નંબર રાખ્યો હતો
- તરુણે એકાઉન્ટ હેક કરી બિભત્સ ફોટો પોસ્ટ કર્યા હતા
સુરત: શહેરના વરાછા વિસ્તારમાં એક પરીણિતાને તેના પતિએ ફેસબુક એકાઉન્ટ બનાવી આપ્યું હતું. પરીણિતા તે ફેસબુક એકાઉન્ટનો ઉપયોગ કરતી હતી. આ દરમિયાન તેણીના એકાઉન્ટ પર બિભત્સ ફોટો અપલોડ થયા હતા અને પરીણિતાના મોર્ફ કરેલા ફોટો પણ અપલોડ થયા હતા. જેથી આ મામલે પરીણિતાના પતિએ પરિણીતાની પૂછપરછ કરી હતી. જેમાં પરીણિતાએ કોઈ ફોટો અપલોડ કર્યા ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ફેસબુક એકાઉન્ટ ઓપન કરવાની કોશિશ કરતા તે ઓપન થયું ન હતું. જેથી એકાઉન્ટ હેક થયું હોવાની જાણ થતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.