- શિક્ષકો પ્રત્યે આભાર ની લાગણી દર્શાવવા અનોખું પ્રદશન યોજવામાં આવ્યું
- ફેકલ્ટના પ્રથમ ડીન માકડ ભટ્ટ સહીત નાગજી પટેલ ,કે.જી સુબ્રમણ્યમ ,ગુલામ મહોમ્મદ શેખ વિંગેરેના ફોટા મુકાયા
- શિક્ષકોની મહત્તતા દર્શાવતું અને શિક્ષકોને સમર્પિત કરતું પોટ્રેટ ફોટોગ્રાફનું પ્રદર્શન
વડોદરા: શિક્ષક દિનની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી, સંસ્કારી નગરી વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીની ફાઇન આર્ટસ ફેકલ્ટી દ્વારા શિક્ષકોની મહત્તતા દર્શાવતું અને શિક્ષકોને સમર્પિત કરતું પોટ્રેટ ફોટોગ્રાફનું પ્રદર્શન ફેકલ્ટીના પ્રદર્શન હોલમાં યોજાયું હતું.
ભૂતપૂર્વ શિક્ષકોના ફોટાનું પ્રદર્શન
કોવિડ 19ની મહામારીને કારણે ફાઇન આર્ટસ ફેકલ્ટી ખાતે છેલ્લા દોઢ વર્ષથી એકપણ ચિત્ર કે ફોટોપ્રદર્શન યોજી શકાયું ન હતું પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ઓછું થતા ફાઈન આર્ટસ ફેકલ્ટી દ્વારા શિક્ષકો માટે આદરાંજલી વ્યક્ત કરતું પાથ ફાર્દુન્ડર ફોટોગ્રાફ પ્રદર્શન યોજવામાં આવ્યું છે . આ પ્રદર્શનમાં ફાઇન આર્ટસ ફેકલ્ટીના પ્રથમ ડીન સહીત પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના 40 જેટલા પોટ્રેટ ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા છે.
વડોદરા ફાઈન આર્ટ ફેકલ્ટીમાં શિક્ષક દિન નિમિતે શિક્ષકો પ્રત્યે આભારની લાગણી દર્શાવવા અનોખું પ્રદર્શન યોજાયું આ પણ વાંચો : ભવાનીપુર બેઠક પરથી પેટાચૂંટણી લડશે મમતા બેનર્જી
1950 થી લઈને 2020ના પ્રોફેસરોને યાદ કરવામાં આવ્યા
1950 થી 2000 સુધીમાં શૈક્ષણિક કાર્ય કરનારા શિક્ષકો સહીતના પોટ્રેટ ફોટોગ્રાફ્સ મુકવામાં આવ્યા હતા. કળા પ્રદર્શનનું આયોજન કરનાર કાર્યકારી ડીન જ ડૉ જયરામ ખોડવાલે જણાવ્યું હતું કે,"શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકોને આદર આપવા માટે ફેકલ્ટના પૂર્વ ડીન સહિત પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પોટ્રેટના ફોટોગ્રાફનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે . ફેકલ્ટના પ્રથમ ડીન માર્કડ ભટ્ટ સહીત નાગજી પટેલ , કે.જી. સુબ્રમણ્યમ , ગુલામ મહોમ્મદ શેખ , જ્યોતિ ભટ્ટ , રાધન કનેરીયા , રતન પારીમુ , ભૂપેન્દ્ર ખખ્ખર , મહેન્દ્ર પંડ્યા સહીત 40 જેટલા શિક્ષકોના પોટ્રેટ ફોટોગ્રાફ પ્રદર્શન યોજાયું પોટ્રેટ ફોટોગ્રાફર માંથી મોટાભાગના ફોટોગ્રાફ જ્યોતિ ભટ્ટ દ્વારા કેમેરામાં કંડારવામા આવ્યા છે". શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકોને આદરાંજલિ આપવા પોટ્રેટ ફોટોગ્રાફનું અવિસ્મરણીય પ્રદર્શન યોજાયું જેને જોઇ વિદ્યાર્થીઓને પૂર્વ ડીન સહીત શિક્ષકોની જાણકારી મળી.
આ પણ વાંચો :મંગળ અને બાદમાં ગુરુની બદલાશે ચાલ : બાર રાશિ અને રાષ્ટ્ર માટે કેવો સમય જાણો