- પ્રથમ વડોદરા જિલ્લા પોલીસ દ્વારા અનેક ટીમો બનાવીને તપાસ કરી શરૂ
- નિષ્ફળતા મળતા ગૃહપ્રધાન દ્વારા કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસને સોંપાઈ તપાસ
- આજે પીઆઇ અજય દેસાઈએ નાર્કો ટેસ્ટ માટે ઇન્કાર કરી દેતા મામલે આવ્યો રોચક વળાંક
વડોદરા: SOGના PI અજય દેસાઇ(PI Ajay Desai) ની પત્ની સ્વીટી(sweety) ગુમ થવા મામલે સ્વીટીના ભાઈએ ફરિયાદ કરી હતી. ત્યાર બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સમગ્ર મામલે પ્રથમ વડોદરા જિલ્લા પોલીસ(police) દ્વારા અનેક ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. જો કે, કોઇ નક્કર પરિણમ ન મળતા આખરે વડોદરાની મુલાકાતે આવેલા ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ(pradipsinh jadeja) સમગ્ર મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ(ahmedabad crime branch) અને એટીએસને(ATS) સોંપવાનો નિર્ણય લીધો હતો.
આજે PI અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવાનો હતો